VADODARA : ઘર પાસે લોક કરેલું બૂલેટ તસ્કર બિંદાસ્ત દોરીને લઇ ગયો
VADODARA : વડોદરાના માંજલપુર વિસ્તારમાં તસ્કરો કઇ હદે બેફામ બન્યા છે, તેનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માંજલપુરના દિપ ચેમ્બર્સ પાસે આવેલી સોસાયટીમાં યુવકે પોતાનું બુલેટ બાઇક લોક કરીને રાત્રીના સમયે ઘર બહાર મુક્યું હતું. બીજા દિવસે સવારે ઉઠીને જોયું તો બાઇક ન્હતું. આખરે આસપાસના સીસીટીવી જોતા ધ્યાને આવ્યું કે, મળસ્કે પોણા ચાર વાગ્યે તસ્કર બુલેટને બિંદાસ્ત દોરીને જતો રહ્યો છે. સમગ્ર ઘટના અંગે બૂલેટ માલિકે માંજલપુર પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ આપી છે. આ મામલે પોલીસ કેટલા સમયમાં આરોપી સુધી પહોંચે છે તે જોવું રહ્યું. ((VADODARA EARLY MORNING BIKE THEFT CASE RECORDED IN LIVE CCTV - VADODARA)
શંકા જતા આસપડોશના સીસીટીવી ફંફોસ્યા
વડોદરાના માંજલપુરમાં આવેલા દિપ ચેમ્બર્સ વિસ્તારમાં આવેલી શ્રીજીધામ સોસાયટીમાં ચિરાગ પટેલ રહે છે. તાજેતરરમાં સાંજે તેઓ પોતાની નોકરી પરથી પરત આવ્યા હતા. અને પોતાના બૂલેટ બાઇકને ઘર પાસે લોક મારીને મુકી રાખવામાં આવ્યું હતું. બીજા દિવસે સવારે તેઓ પોતાના બૂલેટ બાઇક પાસે ગયા ત્યારે તે ત્યાં ન્હતું. આસપાસમાં પણ તપાસ કરતા કંઇ હાથ લાગ્યું ન્હતું. બાદમાં તેમને શંકા જતા આસપડોશના સીસીટીવી તેમણે ફંફોસ્યા હતા. જેમાં ધ્યાને આવ્યું કે, સવારે પોણા ચાર વાગ્યે કોઇ અજાણ્યો શખ્સ તેમના બૂલેટને બિંદાસ્ત દોરીને લઇ જઇ રહ્યો છે.
ચોરી બાદ તેનો દુરઉપયોગ ના થાય
આખરે પોતાની બૂલેટ બાઇક ચોરી થયાનું ધ્યાને આવતા તેમણે માંજલપુર પોલીસ મથકમાં અરજી સ્વરૂપે ફરિયાદ કરી હતી. જેમાં બાઇક ચોરી થયા બાદ તેનો દુરઉપયોગ ના થાય તેમજ યોગ્ય તપાસ કરીને ચોરનું પગેરૂં મળી શકે તે માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયા થકી સામે આવ્યા છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ ચોર સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : ટ્રેનમાં મુસાફરોની ઉંઘનો ફાયદો ઉઠાવીને હાથફેરો કરતી જોડી ઝબ્બે