Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરવાસીઓને લાગ્યું મુંબઇના ઓર્ગેનિક મસાલાનું ઘેલું

VADODARA : ગ્રામોદ્યોગના અન્ય સ્ટોલ્સ પર પણ અથાણાં, જામ, મધ, અગરબત્તી, આયુર્વેદિક અને વિવિધ પ્રકારના હર્બલ ઉત્પાદનોનું ધૂમ વેચાણ ચાલુ
vadodara   શહેરવાસીઓને લાગ્યું મુંબઇના ઓર્ગેનિક મસાલાનું ઘેલું
Advertisement

VADODARA : શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પારસી અગિયારી ગ્રાઉન્ડ ખાતે ખાદી મહોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે અહીં ગ્રામોદ્યોગના ૩૨ સ્ટોલ પર સ્વદેશી અને ગુણવત્તાયુક્ત વસ્તુઓની લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. અહિંયા વડોદરાના સ્વાદપ્રિય લોકો આ સ્વદેશી મસાલાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. આ તકે વેપારી ચંદ્રકાંતભાઈએ ખાદી મહોત્સવના આયોજનથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળતું હોવાનું જણાવી, ખૂબ વેચાણ બદલ વડોદરાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. (LOCAL PEOPLE LIKE MUMBAI BASED ORGANIC SPICES, TRADERS HAPPY - KHADI MAHOTSAV, VADODARA)

કેમિકલ વગરના વિવિધ પ્રકારના મસાલા રાખે છે

તા. ૨૨ માર્ચ સુધી ચાલનારા આ ખાદી મહોત્સવમાં મુંબઈથી ચંદ્રકાંતભાઈ પોતાના વિવિધ પ્રકારના સ્વદેશી મસાલા વેચાણ અર્થે લાવ્યા છે. તેઓ પોતાના સ્ટોલમાં ઘરે બનાવેલા કોઈ પણ કેમિકલ વગરના વિવિધ પ્રકારના મસાલા રાખે છે. વડોદરાના સ્વાદપ્રિય લોકો આ સ્વદેશી મસાલાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. આવી જ રીતે ગ્રામોદ્યોગના અન્ય સ્ટોલ્સ પર પણ અથાણાં, જામ, મધ, અગરબત્તી, આયુર્વેદિક અને વિવિધ પ્રકારના હર્બલ ઉત્પાદનોનું વેચાણ થઈ રહ્યું છે.

Advertisement

સારી આવકનો સંતોષ વ્યક્ત કર્યો

ચંદ્રકાંતભાઈએ ખાદી મહોત્સવના આયોજનથી સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન મળતું હોવાનું જણાવી, ખૂબ વેચાણ બદલ વડોદરાની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે આ પ્રકારના આયોજન થકી તેમને થઈ રહેલી સારી આવકનો સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. સાથે જ આ ખાદી મહોત્સવના આયોજન બદલ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ તેમજ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સરાહના કરી હતી.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : સ્કૂલ એડમિનિસ્ટ્રેટરની ઐતિહાસીક 50 કિમીની સાયકલ રાઇડ પૂર્ણ

Tags :
Advertisement

.

×