Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો, 50 ફૂટ સુધી અસર વર્તાઇ

VADODARA : જાણ કોન્ટ્રાક્ટરને થતા તેઓ પણ સ્થળ પર આવી ગયા હતા. સ્થાનિક રહીશોએ તેમને બંધ મકાનમાં ધડાકો થયાની વાત કરતા ઉડાઉ જવાબ આપ્યો
vadodara   બંધ મકાનમાં ગેસ લીકેજથી ધડાકો  50 ફૂટ સુધી અસર વર્તાઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના જુના પાદરા રોડ પર આવેલી પુનિત નગર સોસાયટીના બંધ મકાનમાં ગેસ લાઇનમાં લીકેજ (GAS LEAKAGE - VADODARA) થતા ભારે ધડાકો થયો હતો. જેને કારણે બારીઓના કાચ ઉડીને 40 થી 50 ફૂટ દૂર પડ્યા હતા. ધડાકો સાંભળીને સોસાયટીના રહીશો પણ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં બાજુના મકાન વાળાના ઇલેક્ટ્રિકના સાધનો પણ ઉડી ગયા હતા. આ અંગે ગેસ કંપનીને જાણ થતા સ્થળ પર આવીને તપાસ કરતાં ત્રણથી ચાર જગ્યાએ ગેસ લઈને જ હોવાનું જણાઈ આવ્યું હતું.

Advertisement

જૂની પાઇપ લાઇનનો બદલવાની બાકી હતી

શહેરના જુના પાદરા રોડ પર આવેલા પુનિત નગરમાં નવી ગેસ લાઈનો નાખવાનું કામ ચાલી રહ્યું છે. ગત અઠવાડિયે સોસાયટીના કેટલાક મકાનોમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં નવી ગેસ લાઇન નાખવામાં આવી હતી. જ્યારે અન્ય માળ પર જૂની પાઇપ લાઇનનો બદલવાની બાકી હતી. દરમિયાન ગઈકાલે મોડી સાંજે એક બંધ મકાનમાં અચાનક જોરદાર ધડાકો થતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો દોડીને ઘરની બહાર આવી ગયા હતા અને તાત્કાલિક ગેસ કંપનીને જાણ કરી હતી.

Advertisement

તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરાવ્યો

બંધ મકાન દાંડિયા બજારમાં ક્લાસીસ ચલાવતા લુલાસરનું હોવાનું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોએ વડોદરા ગેસ કંપની દ્વારા ચાલતી ગેસ પાઇપલાઇન બદલવાની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. અચાનક ધડાકો થતા જવાબદાર કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેની જાણ કોન્ટ્રાક્ટરને થતા તેઓ પણ સ્થળ પર આવી ગયા હતા. સ્થાનિક રહીશોએ તેમને બંધ મકાનમાં ધડાકો થયાની વાત કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો હતો. બનાવની જાણ વડોદરા ગેસ કંપનીને થતા સ્થળ પર પહોંચી જઈ તાત્કાલિક ગેસ પુરવઠો બંધ કરાવ્યો હતો અને તપાસ કરતા આ લાઈન ઉપર ત્રણથી ચાર જગ્યાએ ગેસ લીકેજ હોવાનું જણાઈ આવ્યું હતું. આજે બનેલા બનાવ અંગે ગેસ કંપનીએ તપાસ હાથ ધરી હતી અને સમારકામ તાત્કાલિક કરવામાં આવ્યું હતું. જેને કારણે કેસ પુરવઠો પણ સતત બે કલાક સુધી બંધ રહ્યો હતો.

મોટી દુર્ઘટના થતી અટકી

પુનિત નગરના બંધ મકાનમાં અચાનક જોરદાર ધડાકો થતા મકાનના બારીઓના કાચ ઉડીને 40થી 50 ફૂટ દૂર સુધી પડ્યા હતા. નસીબ જોગે કોઈને ઈજા થઈ ન હતી અને મોટી દુર્ઘટના થતી અટકી ગઈ હતી.

આ પણ વાંચો -- VADODARA : મકરસંક્રાંતિ પર્વ પર 30 થી વધુ ઘાયલ, 4 ના મોત

Tags :
Advertisement

.

×