VADODARA : ભગવાન નરસિંહજીના વરઘોડાને લઇને 18 રૂટ ડાયવર્ટ કરાયા
VADODARA : આવતી કાલે, 15-નવેમ્બર-2024 ના રોજ શહેર (VADODARA) માં આન-બાન-શાન સાથે નરસિંહજીનો વરઘોડો નીકળનાર છે. જેને અનુલખીને વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વરઘોડાને ધ્યાને રાખીને 18 રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અને શહેરી અને ગ્રામ્ય એસટી બસો માટે પણ રૂટ વિશેષત ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વરઘોડો નીકળીને જ્યાં સુધી પરત નહીં ફરે ત્યાં સુધા આ જાહેરનામું અમલમાં રહેશે.
16 નવેમ્બર 2024 સવારે 5 વાગ્યા સુધી આ જાહેરનામું અમલી રહેશે
આવતી કાલે ભગવાન નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પોળથી નીકળીને તુલસીવાડીમાં આવેલા તુલસી માતાજીના મંદિરે જશે. જ્યાં તેમની લગ્નવિધી થશે. ત્યાર બાદ ખુલ્લી ટેમ્પામાં રાત્રીના સમયે નિજ મંદિરે પરત આવશે. આ વરઘોડાનો રૂટ નરસિંહજીની પોળમાં આવેલા મંદિરથી નિકળી, એમજીરોડ, માંડવી દરવાજા, વિઠ્ઠલનાથજી મંદિર આવીને પાલખી ટેમ્પામાં મુકીને ચાંપાનેર દરવાજા, અડાણીયા પુલ ચાર રસ્તા, ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા નાકા, મંગલેશ્વર ઝાંપા, થિ તુલસીવાડીમાં આવેલા મંદિરે જશે. ત્યાં લગ્નવિધી પૂર્ણ કરીને ખુલ્લા ટેમ્પામાં તેજ રૂટ પર પરત ફરશે. દરમિયાન રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 15, નવેમ્બર 2024 થી લઇને 16 નવેમ્બર 2024 સવારે 5 વાગ્યા સુધી આ જાહેરનામું અમલી રહેશે.
ટ્રાફીક ડાયવર્ઝનની વિગતો નીચે મુજબ છે
શહેરી બસ સેવા અને ગ્રામ્ય એસટી બસ સેવાનો રૂટ નીચે મુજબ છે
એક્સેસ પોઇન્ટની વિગતો નીચે મુજબ છે.
આ પણ વાંચો -- VADODARA : અમેરિકાથી પરત આવી પ્રાકૃતિક ખેતી થકી મહિલા ટોચ પર પહોંચ્યા


