Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પ્રેમી જોડાએ સાથે લીધા અંતિમ શ્વાસ, બાવળિયે લટકતા મૃતદેહ મળ્યા

VADODARA : હીરલ પરમાર અને મિનેશ ચૌહાણ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. બંનેએ એક જ જગ્યાએ, એક સાથે જીવનો અંત આણ્યો છે
vadodara   પ્રેમી જોડાએ સાથે લીધા અંતિમ શ્વાસ  બાવળિયે લટકતા મૃતદેહ મળ્યા
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) માં આવતા બોડીન્દ્રા ગામના ખેતરમાં પ્રેમી જોડાએ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. ઝાડની ડાળખી પર બંનેનો મૃતદેહ લટકતો જોવા મળતા તુરંત સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ બંનેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ જરોદ પોલીસ મથક (JAROD POLICE STATION - VADODARA) માં અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

બંનેએ એક જ જગ્યાએ, એક સાથે જીવનો અંત આણ્યો

સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં પ્રેમી સાથે જીવી ના શકે તેવા સંજોગોમાં મોત વ્હાલું કરતા હોય તેવું જોયું છે. પણ વડોદરા ગ્રામ્યમાં તો હકીકતે આવી ઘટના સામે આવી છે. વડોદરા ગ્રામ્યમાં રહેતા હીરલ પરમાર અને મિનેશ ચૌહાણ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. તેઓ એકબીજા સાથે આખું જીવન ગુજારવા માંગતા હતા. પરંતુ તે શક્ય ના હોવાના કારણે બંનેએ એક જ જગ્યાએ, એક સાથે જીવનો અંત આણ્યો છે. બોડીન્દ્રા ગામની સિમમાં આવેલા ખેતરના બાવળિયાના ઝાડ પર બંનેનો મૃતદેહ લટકતો મળી આવ્યો છે.

Advertisement

સમગ્ર મામલાની તપાસ PSI એસ. જે. ડામોરને સોંપવામાં આવી

લાપતા સંતાનોનો પરિવાર શોધતો હતો. દરમિયાન તેમના મોતના સમાચાર સામે આવતા પરિવારોના માથે આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. સમગ્ર ઘટનાને લઇને મૃકત દિકરીના પરિજન સંપતકુમાર ફતેસિંગ પરમારે જરોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરાવી છે. તે બાદ સમગ્ર મામલાની તપાસ PSI એસ. જે. ડામોરને સોંપવામાં આવી છે. પોલીસે પરિજનોના નિવેદન લેવાની સાથે વધુ કાર્યવાહીની તજવીહ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : BMW હિટ એન્ડ રન કેસમાં 33 માં દિવસે કાર કબ્જે, FSL તપાસ કરાશે

Tags :
Advertisement

.

×