VADODARA : વોર્ડ નં - 13 માં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ, કાઉન્સિલર અકળાયા
VADODARA : વડોદરા (VADODARA) માં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાવાનો કારણે વેડફાટની ઘટના સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે આજે વધુ એક વિસ્તારમાં પાણીની મુખ્ય નલિકામાં ભંગાણ સર્જાયું હોવાનું સપાટી પર આવ્યું છે. પાલિકા તંત્ર દ્વારા પાંચ દિવસથી પડેલા ભંગાણનું કોઇ રીપેરીંગ કાર્ય કરવામાં નહીં આવતા પાણીનો નર્યો વેડફાટ થઇ રહ્યો છે. આ તકે સ્થાનિક કોર્પોરેટરે મીડિયા સમક્ષ આવીને પાલિકાના કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ માટે તેઓ પાલિકામાં પત્ર પણ લખવા જઇ રહ્યા હોવાનું તેમણે મીડિયામાં જણાવ્યું છે.
લોકોની સમસ્યા ઉજાગર કરવા માટે હવે સ્થાનિક કોર્પોરેટર મેદાને
તાજેતરમાં વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાંથી પસાર થતી પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું હોવાનું ધ્યાને આવ્યું હતું. તે બાદ હવે વોર્ડ - 13 ના વિસ્તારોને પાણી પહોંચાડતી મુખ્ય નલિકામાં છેલ્લા પાંચ દિવસથી ભંગાણ સર્જાયું છે. જેને લઇને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોની સમસ્યા ઉજાગર કરવા માટે હવે સ્થાનિક કોર્પોરેટર મેદાને આવ્યા છે.
લાઇનોમાં યોગ્ય રીતે રીપેર ના કરવાના કારણે વારંવાર વેડફાટની ઘટનાઓ થાય છે
વોર્ડ નં - 13 ના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વેએ મીડિયાને જણાવ્યું કે, અમારા વિસ્તારમાં રાજમહેલ રોડ પર પાણીની મુખ્ય નલિકામાંથી આખો મરીમાતા, કાછીયાપોળ, રાધાકૃષ્ણ પોળ સહિત હજારો લોકોને પાણીનું વિતરણ થાય છે. તેની લાઇનમાં ભંગાણ પડી જાય અને અધિકારીઓ કોઇ કામ ના કરે. અહિંયાના લોકો વારંવાર પાણી ઓછું આવતું હોવાની ફરિયાદો કરતા હોય છે. તેને તુરંત રીપેર કરવાનું આવતું નથી. રીપેરીંગ કાર્યમાં પણ વેઠ ઉતારવામાં આવે છે. લાઇનોમાં યોગ્ય રીતે રીપેર ના કરવાના કારણે વારંવાર વેડફાટની ઘટનાઓ થાય છે. પાંચ દિવસ સુધી આ ભંગાણ રહે છે. આ ભંગાણનું વહેલીતકે રીપેરીંગ કરવામાં આવે. જો ફરી એકને એક જ જગ્યાએ ભંગાણ થાય તો કોન્ટ્રાક્ટરને દંડ થાય તે માટે પાલિકામાં પત્ર લખીશું.
આ પણ વાંચો -- VADODARA : હેલ્મેટ પહેરવા અંગે આનાકાની કરતા લોકો સાયકલ સવાર પાસેથી શીખે


