Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આતંકી હુમલાના વિરોધમાં બજાર બંધ, વેપારીઓએ કહ્યું, 'તન-મન-ધનથી સરકાર સાથે'

VADODARA : સનાતનીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારવામાં આવી હતી. તેના વિરોધમાં આજે જડબેસલાક બંધ પાળવામાં આવ્યો છે - જય ઠાકોર
vadodara   આતંકી હુમલાના વિરોધમાં બજાર બંધ  વેપારીઓએ કહ્યું   તન મન ધનથી સરકાર સાથે
Advertisement
  • વડોદરાના જુનુ અને જાણીતુ માંડવી બજાર પહલગામ આતંકી હુમલાના વિરોધમાં બંધ
  • વેપારીઓએ એકસૂરે નોંધાવ્યો વિરોધ
  • પાકિસ્તાનનું નામ દુનિયામાંથી મીટાવી દેવાની માંગ

VADODARA : તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના (PAHALGAM TERROR ATTACK) સામે આવી હતી. જેમાં ધર્મ પુછી પુછીને 26 લોકોનો આતંકીઓએ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનાનો દેશભરમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે આજરોજ શહેરના હાર્દ સમા માંડવી (MANDVI - VADODARA) માં વિવિધ વેપારી સંગઠનો દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. અને સરકારને યુદ્ધ કરીને પાકિસ્તાનનું નામોનિશાન દુનિયામાંથી ભૂંસી કાઢવા માટેની અપીલ કરવામાં આવી છે. જો કે, ભારતના સંભવિક આકરા પગલાંનાં અંદેશાથી પાકિસ્તાન કેટલાય દિવસોથી ફફડી રહ્યું છે.

સખ્ત શબ્દોમાં પહલગામમાં થયેલી આતંકી ઘટનાને વખોડી કાઢવામાં આવી

વડોદરાનું જુનું અને જાણીતું માંડવી માર્કેટ છે. અહિંયા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હોલસેલ ભાવી મળી જાય છે. વર્ષના મોટા ભાગના દિવસે અહિંયા ખરીદી કરવા માટે ગ્રાહકોની ચહલ-પહલ જોવા મળે છે. આ બજારમાં માત્ર વડોદરા જ નહિં પરંતુ મધ્યગુજરાતમાંથી ખરીદી કરવા માટે ગ્રાહકો આવે છે. આજે માંડવી બજાર સાથે સંકળાયેલા વિવિધ વેપારી એસો. દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. જેમાં સખ્ત શબ્દોમાં પહલગામમાં થયેલી આતંકી ઘટનાને વખોડી કાઢવામાં આવી છે.

Advertisement

પાકિસ્તાનનું નામ દુનિયાના નક્શામાંથી દુર કરવા માંગ

અગ્રણી જય ઠાકોરે જણાવ્યું કે, વડોદરાના માંડવીમાં વિવિધ એસો. દ્વારા બંધ પાળવામાં આવ્યો છે. આ બંધનું મુખ્ય કારણ જમ્મુ અને કાશ્મીરના પહલગામ ખાતે પાકિસ્તાન દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના નાગરિકોને, સનાતનીઓને ધર્મ પુછી પુછીને ગોળી મારવામાં આવી હતી. તેના વિરોધમાં આજે જડબેસલાક બંધ પાળવામાં આવ્યો છે. તમામ વેપારીઓની માંગ છે કે, અગાઉ પાકિસ્તાન સાથે ઘણી વખત યુદ્ધ થયું છે. દર વખતે ભારતનો વિજય થયો છે. આ વખતે યુદ્ધ જાહેર કરીને પાકિસ્તાનનું નામ દુનિયાના નક્શામાંથી દુર કરવામાં આવે તેવી અમારી લાગણી છે. સાથે જ સરકારને ખુલ્લુ સમર્થન છે. જ્યારે જરૂર પડશે, ત્યારે અમે સરકાર સાથે તન-મન-ધનથી ઉભા રહીશું.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીના વહેણ વચ્ચે જોખમી મજા લેવાનો પ્રયાસ

Tags :
Advertisement

.

×