VADODARA : ધારાસભ્યની હઠ સંતોષવા પાલિકા મોટો ખર્ચ કરશે, જાણો સમગ્ર મામલો
VADODARA : વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં રિલાયન્સ સર્કલતી તુલસીધામ સર્કલ સુધી જ્યુપીટર ચાર રસ્તા તર ગૌરવ પથ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા અટકાવવામાં આવી હતી. બિનજરૂરી રીતે ફૂટપાથને પહોળો કરી દેવામાં આવ્યો હોવાનો આરોપ મુકીને ધારાસભ્ય અધિકારીઓ પર વિફર્યા હતા. હવે આ જગ્યાએ મુકવામાં આવેલા પેવર બ્લોક કાઢીને તેની જગ્યાએ રસ્તો બનાવવવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આમ, ધારાસભ્યની હઠ સંતોષવા માટે પાલિકા રૂ. 2.23 કરોડનો ખર્ચ કરનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વાતને લઇને હાલ વિવાદ છંછેડાયો છે.
ફૂટપાથને 10 - 15 ફૂટ જેટલી જગ્યામાં પાથરી દીધું
રાજ્ય સરકારની સૂચનાથી શહેરોમાં ગૌરવ પથ (VADODARA GAURAV PATH CONTROVERSY) બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના માંજલપુર વિસ્તારના રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઇ જ્યુપિટર ચાર રસ્તા સુધી ગૌરવ પથ બનાવવાનું કામ રૂ. 9.55 કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવ્યું હતું. આ કામગીરીમાં કોન્ટ્રાક્ટરને ફૂટપાથ માત્ર 4 ફૂટના રાખવાનું સૂચન ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. તેની જગ્યાએ કોન્ટ્રાક્ટરે મનમાની ચલાવીને ફૂટપાથને 10 - 15 ફૂટ જેટલી જગ્યામાં પાથરી દીધું હતું. આ વાત સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના ધ્યાને આવતા તેમણે કામ રોકાવ્યું હતું.
અધિકારીઓએ મનમાની કરતા આખરે ધારાસભ્યએ કામ રોકાવ્યું હતું
વિસ્તારમાં રોડ રસ્તા નાના થઇ જવાના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો હતો. જેથી ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ફૂટપાથ નાના રાખીને તેની જગ્યાએ રોડ-રસ્તા મોટા કરવાનું સૂચન કરવામાં આવ્યુંહ તું. જો કે, અધિકારીઓએ મનમાની કરતા આખરે ધારાસભ્યએ કામ રોકાવ્યું હતું. અને જે જગ્યાએ બિનજરૂરી પેવર બ્લોક નાંખવામાં આવનાર છે. તેને કાઢીને તેની જગ્યાએ ડામરનો રોડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવનાર છે. જેનો અંદાજીત ખર્ચ રૂ. 2.23 આંકવામાં આવી રહ્યો છે. આમ, સિનિયર ધારાસભ્યની હઠ સંતોષવા પાલિકા મોટો ખર્ચ કરવા જઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેમને વિસ્તાર જ હોવા છતાં તેમની નજર અહિંયા કેમ નથી પડી ?
જો કે, સિનિયર ધારાસભ્યનું કહેવું છે કે, જે જગ્યાએ મોટો ફૂટપાથ બની ગયો છે, તેને યથાવત રાખો. હવે જ્યાં કામ બાકી છે, ત્યાં સૂચનનું અમલ કરવા જણાવ્યું છે. પેવર બ્લોક ઉખાડીને કામ કરવાનું સૂચન કર્યું નથી. તો બીજી તરફ ગણગણાટ છે કે, યોગેશ પટેલને માત્ર એક જ જગ્યા કેમ દેખાઇ. તરસાલી-ડેરી રોડ પર પણ 10 - 15 ફૂટ પહોળા ફૂટપાથ બનાવી દેવામાં આવ્યા છે. આ પણ તેમને વિસ્તાર જ હોવા છતાં તેમની નજર અહિંયા કેમ નથી પડી ? શું તેઓ આ વાતને લઇને અવાજ ઉઠાવશે ખરાં ?
આ પણ વાંચો -- VADODARA : પૂર સહાયના રૂપિયા આવ્યાનું જણાવી ઠગાઇ, રીક્ષા ચાલકે જણસ ગુમાવી


