VADODARA : દૂધીની આડમાં વિદેશી દારૂ ઘૂસાડવાનો કિમીયો વધુ એક વખત નાકામ
VADODARA : દુધીની આડમાં વિદેશી દારૂ ઘૂસાડવાનો કિમીયો વધુ એક વખત નાકામ બનાવી દેવામાં આવ્યો છે. આ વખતે ટેમ્પાને વડોદરા (VADODARA) ના વેમાલી (VEMALI - VADODARA) સુધી પહોંચાડીને ત્યાંથી અન્ય કોઇ વ્યક્તિ લઇ જનાર હોવાનું ચાલકને જણાવવામાં આવ્યું હતું. વડોદરા પહોંચ્યા બાદ પોલીસને જાણ થતા સ્થળ પર રેડ કરવામાં આવી હતી. જેમાં રૂ. 15 લાખથી વધુનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યએકની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.
ડ્રાઇવર કેબિનની પાછળના ભાગે શાકભાજી દુધીના થેલા મળી આવ્યા
મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATION) માં નોંધાયેલી ફરિયાદ અનુસાર, રાત્રીના સમયે પોલીસ જવાનો પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને સંયુક્ત કરીતે બાતમી મળી કે, વેમાલી ગામની સિમમાં આવેલા સિદ્ધાર્થ એનેક્સરના પાર્કિંગમાં એક ટેમ્પો ઉભેલો છે. બાદમાં ટીમ સ્થળ પર પહોંચી હતી. ત્યાંજ ઇને જોતા ટેમ્પા સાથે એક શખ્સ મળી આવ્યો હતો. તેનું નામ તેણે વરદીચંદ હિરાલાલ ભીલ (રહે. ડુંગલા, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટેમ્પામાં તપાસ કરવામાં આવતા ડ્રાઇવર કેબિનની પાછળના ભાગે શાકભાજી દુધીના થેલા મળી આવ્યા હતા. જેને હટાવીને જોતા અલગ અલગ માર્કાની વિદેશી દારૂની બોટલોના બોક્સ માળી આવ્યા હતા. બાદમાં દારૂની ગણતરી કરવામાં આવી હતી .જેમાં ક્વાટર-બિયર મળીને કુલ 14,500 નંગ દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 15 લાખ આંકવામાં આવી રહી છે.
રાજુભાઇ રેંગર (રહે. ઉદયપુર, રાજસ્થાન) ફરાર જાહેર
બાદમાં આ જથ્થો કોની પાસેથી લાવ્યા અને કોને પહોંચાડવાનો હોવાનું અટકાયત કરવામાં આવેલા શખ્સને પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, વિદેશી દારૂ ભરેલી ગાડી રાજુભાઇ રેંગર (રહે. ઉદયપુર, રાજસ્થાન) એ સાલવાસથી આગળ મેગા હાઇવે રોડ પરથી આપી હતી. વડોદરા ખાતે પહોંચીને કોઇ જગ્યાએ ઉભા રહેવા જણાવ્યું હતું. બાદમાં કોઇ માણસ મોકલે તેને આ જથ્થો આપી દેવાનો હતો. જો કે, આ જથ્થો વડોદરા સુધી આવ્યા બાદ સગેવગે થાય તે પહેલા જ પોલીસના હાથે લાગ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે વિદેશી દારૂ તથા અન્ય મળીને કુલ 20.71 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને વરદીચંદ હિરાલાલ ભીલ (રહે. ડુંગલા, રાજસ્થાન) અને રાજુભાઇ રેંગર (રહે. ઉદયપુર, રાજસ્થાન) સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી રાજુભાઇ રેંગર (રહે. ઉદયપુર, રાજસ્થાન) ને ફરાર જાહેર કર્યો છે.
એક જ જગ્યાએથી એક જ મોડસ ઓપરેન્ડી બીજી વખત ઝડપાઇ
સુત્રોએ જણાવ્યું કે, 10 દિવસમાં બીજી વખત એક જ જગ્યાએથી એક જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દારૂની હેરફેર પકડવામાં આવી છે. હવે આ કિસ્સાઓ અટકાવવા માટે આગળ પોલીસ શું નક્કર કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો -- VADODARA : રોકવા જતા ચાલકે કાર પોલીસ કર્મી પર ચઢાવી દીધી


