VADODARA : જાન પ્રસ્થાન પહેલા જ ઘરમાં લાગી ભીષણ આગ, સ્થાનિકો દોડી આવ્યા
VADODARA : વડોદરા (VADODARA) ના લાલબાગ વિસ્તારમાં આવેલી સંકરબાગ સોસાયટીમાં આજે સવારે લગ્ન વાળા ઘરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. બપોરે એક તરફ જાન નિકળવાની તૈયારીમાં હતી, અને સામેવાળા પરિવારે જોયું કે તે મકાનના ઉપરના માળેથી આગ લાગ્યાના ધૂમાડા નિકળી રહ્યા છે. પરિવારે તાત્કાલિક બુમો પાડીને લગ્નના ઘરમાં હાજર લોકોને બહાર કાઢ્યા હતા. અને ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટના સમયે 50 જેટલા લોકો હાજર હતા. અને પ્રસંગ હોવાથી માંડવો પણ બાંધવામાં આવ્યો હતો. સદ્નસીબે આગ રૂમના સોફા, ગાદલા અને ખાટલા સુધી જ સિમીત રહી હતી.
લગ્ન વાળા ઘરના લોકોનો કોઇ ખ્યાલ ન્હતો
સમગ્ર ઘટના અંગે વિગતવાર માહિતી આપતા પાડોશી મહિલા દિશાબેન દોશીએ જણાવ્યું કે, તે લોકો અઠવાડિયાથી આવ્યા છે. તેમના દિકરાના લગ્ન હતા. તે લોકોના ઘરમાં નીચે ફંક્શન ચાલતું હતું. અને જાન નિકળવાની તૈયારીમાં હતી. તેવામાં એકાએક આગ લાગી હતી. અમે સામે રહીએ છીએ. એટલે અમને ખ્યાલ આવી ગયો હતો. અમે બુમો પાડીને બધાયને બહાર કાઢ્યા હતા. તમામે પાણી નાંખીને આગ ઓલવવા માટેનો પ્રયાસ કર્યો હતો. તેમને ખ્યાન ન્હતો. અમે આવીને બેન્ડ વાળા સહિત તમામને બહાર કાઢ્યા હતા. આ શંકરબાગ સોસાયટી છે. લગ્ન વાળા ઘરના લોકોનો કોઇ ખ્યાલ ન્હતો. તેમણે અમને કહ્યું કે, તમે ફાયર બ્રિગેડને કોલ કરો. આ સમયે 50 લોકો જાનમાં હાજર હતા. અમે સામેથી જોઇને બુમો પાડીને તેમને જાણ કરી હતી.
ઉપલા માળે જઇને ચેક કર્યું તો આગ લાગી હતી
ફાયર જવાને જણાવ્યું કે, અમને કંટ્રોલથી આગ લાગવા અંગે કોલ મળ્યો હતો. અમે ટર્નાઉટ લઇને તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. અમારી પાછળ ગાજરાવાડી ફાયર સ્ટેશનનો કાફલો આવ્યો હતો. આવીને જોયું તો મકાનના ઉપલા માળે આગ હોય તેવું લાગ્યું હતું. ઉપલા માળે જઇને ચેક કર્યું તો આગ લાગી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યું હોવાનો અંદાજ છે. આગ ગાદલા, સોફા સુધી પ્રસરી હતી. તેને કાબુમાં લઇ લીધું હતું. અમે આવ્યા ત્યારે બધુ સ્ટેબલ હતું. આગ લાગેલી હતી.
આ પણ વાંચો -- VADODARA : રેશન કાર્ડનું E-KYC અપડેટ કરાવવા લોકોની લાંબી કતારો જામી