ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : તાંદલજામાં રહેતી પરિણીતાના મોતને લઇને તર્ક વિતર્ક

VADODARA : મૃત પરિણીતાના શરીર પર ગળાના ભાગે બીજાના નિશાન હોય તેઓએ તેમની દીકરીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો
03:01 PM Apr 07, 2025 IST | PARTH PANDYA
VADODARA : મૃત પરિણીતાના શરીર પર ગળાના ભાગે બીજાના નિશાન હોય તેઓએ તેમની દીકરીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો

VADODARA : વડોદરાના તાંદલજા વિસ્તારમાં પતિ અને પુત્રો સાથે રહેતી પરિણીતાનું શંકાસ્પદ મોત થયું હતું. પરિણીતાના પિયર પક્ષના લોકોએ દીકરીની હત્યા કરાઈ હોવા સહિત વિવિધ આક્ષેપ પણ કર્યા હતા. જે પી રોડ પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મહિલાના મૃતદેહ નો પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. (FEMALE BODY FOUND IN SUSPICIOUS CONDITION, FAMILY RAISE CONCERN - VADODARA)

14 વર્ષના પુત્રને પાડોશના લોકોને બોલાવવા માટે કહ્યું

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડી પાસે આવેલા એકતાનગરમાં રહેતા તસ્લિમ મન્સૂરી નામની મહિલા ખેંચની બીમારીથી પીડાતા હતા. 6 એપ્રિલના રોજ બપોરના સમયે પતિ અને પુત્રો સાથે જમ્યા બાદ મહિલાના પતિ રીક્ષા લઈને ધંધા પર ગયા હતા. તે દરમિયાન મહિલાની તબિયત બગડતા તેઓએ તેમના 14 વર્ષના પુત્રને પાડોશના લોકોને બોલાવવા માટે કહ્યું હતું. પાડોશી દોડી આવતા તેઓએ તેમને સાંત્વના આપતા તેઓ બપોરના સમયે ઊંઘી ગયા હતા. દરમિયાન પુત્ર પણ બહાર રમવા માટે નીકળી ગયો હતો. જ્યારે પુત્ર પરત આવ્યો હતો ત્યારે માતા ઉગતા હતા તેણે માતાને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ઉઠ્યા ન હતા.

એક વર્ષથી પિયરમાં પતિ આવવા દેતા ન હતા

જેથી પુત્ર એ પોતાના પિતાને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી. પતિ દોડી આવ્યા બાદ તેઓએ પત્નીને હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ મૃત જાહેર કરી હતી. દરમિયાન મહિલાના પિયર પક્ષના લોકોને આ બાબતે જાણ કરી હતી ત્યારે તેઓ પણ દીકરીના ઘરે દોડી આવ્યા હતા. મહિલાના પિયર પક્ષના લોકોએ આક્ષેપ કર્યો હતો કે દીકરીને છેલ્લા એક વર્ષથી પિયરમાં પતિ આવવા દેતા ન હતા અને તેમના શરીર પર ગળાના ભાગે બીજાના નિશાન હોય તેઓએ તેમની દીકરીની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જે પી રોડ પોલીસે ઘટના સ્થળ પર દોડી આવીને મહિલાના શંકાસ્પદ મોતનું કારણ જાણવા માટે પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો --- VADODARA : પાલિકાના ON DUTY ડમ્પરે કચડતા આધેડનું મોત

Tags :
BodyconditionfamilyfemalefoundGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsinMarriedquestionraiseSuspiciousVadodara
Next Article