Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મેયર સાથેની બેઠકમાં પૂર રાહતની બાકી ચૂકવણીનો પ્રશ્ન ઉછળ્યો

VADODARA : આગામી 28, ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડોદરા (PM NARENDRA BHAI MODI - VADODARA VISIT) ની મુલાકાતે છે. તેમની મુલાકાતને લઇને શહેરને શણગારવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન આજે પાલિકામાં મેયરની (VADODARA - MAYOR , VMC)...
vadodara   મેયર સાથેની બેઠકમાં પૂર રાહતની બાકી ચૂકવણીનો પ્રશ્ન ઉછળ્યો
Advertisement

VADODARA : આગામી 28, ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વડોદરા (PM NARENDRA BHAI MODI - VADODARA VISIT) ની મુલાકાતે છે. તેમની મુલાકાતને લઇને શહેરને શણગારવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. દરમિયાન આજે પાલિકામાં મેયરની (VADODARA - MAYOR , VMC) અધ્યક્ષતામાં બે બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે. તે પૈકી એક બેઠક કોર્પોરેટરો સાથે હતી. જેમાં કોર્પોરેટરો દ્વારા પૂર રાહત બાકીના પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતા. અને બીજી બેઠક વિવિધ સંગઠનો સાથે હતી. જેમાં વડાપ્રધાનના આગમનને વધુ આકર્ષક કેવી રીતે બનાવવું તે પ્રશ્ને ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

બે બેઠકનું આયોજન રાખવામાં આવ્યું

વડોદરામાં વડાપ્રધાનના (PM NARENDRA BHAI MODI) આગમનને લઇને પુરજોશમાં રોડ-રસ્તા, ડિવાઇડર સહિત બ્યુટીફીકેશનના કામો ચાલી રહ્યા છે. તેવામાં વડાપ્રધાનના આગમન સમયે શું કરી શકાય તે માટેના સુચનો માટે આજે બે બેઠકનું આયોજન પાલિકામાં રાખવામાં આવ્યું હતું. તે પૈકીની એક બેઠકમાં કોર્પોરેટરોએ પૂરની રાહત નહીં મળવા મામલે કોર્પોરેટરો દ્વારા મેયરને રજુઆત કરવામાં આવી હતી. અને બીજી બેઠકમાં વિવિધ સંસ્થાઓ સાથે બેઠક કરવામાં આવી હતી. મેયરે કોર્પોરેટરોની રજુઆત જાણીને ઘટતું કરવાની બાંહેધારી આપી છે.

Advertisement

અમે જિલ્લા કલેક્ટર જોડે બેઠક કરીશું

આ તકે, વડોદરાના મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું કે, આજે બે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં સ્વચ્છતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને ભવ્ય બનાવવા માટેના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ બેઠકમાં સ્થાનિક કોર્પોરેટરો દ્વારા તેમના વિસ્તારમાં પૂર બાદની રાહત (કેશડોલ) નહીં પહોંચી હોવાના પ્રશ્નો મુકવામાં આવ્યા છે. કોર્પોરેટરો જે સોસાયટીઓમાં પૂર રાહત નથી પહોંચી તેનું લિસ્ટ અમને આપનાર છે. અને તે બાદ અમે જિલ્લા કલેક્ટર જોડે બેઠક કરીશું. અને આ મામલાનો નીવેડો લાવીશું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને અનુલક્ષીને 20 કમિટી બનાવાઇ

Tags :
Advertisement

.

×