VADODARA : એક્સપાયરી દવાઓનો જાહેરમાં નીકાલ ભારે પડ્યો, પાલિકાએ ફટકાર્યો દંડ
VADODARA : વડોદરા (VADODARA) માં એક્સપાયરી ડેટ (EXPIRED MEDICINE THROW OPEN SPOT- VADODARA) વટાવી ચુકેલી દવાઓનો જાહેરમાં નિકાલ કરવું મેડિકલ સ્ટોરના સંચાલકોને ભારે પડ્યું છે. ગોત્રી વિસ્તારમાં મેડિકલ કોલેજ પાસે આવેલી મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. જે અંગે સ્થળ તપાસ કર્યા બાદ તેમને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. જે મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા ભરપાઇ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અગાઉ પણ મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા કચરાપેટીમાં અયોગ્ય રીતે દવાઓનો નિકાલ કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. દવાઓના બેફામ નિકાલ સામે પાલિકાનું તંત્ર કડકાઇ દાખવી રહ્યું હોવાનું આ કિસ્સા પરથી વધુ એક વખત ફલિત થવા પામ્યું છે.
ઘટનાનું પુનરાવર્તન થતા તંત્રએ આકરા પગલાં ભર્યા
વડોદરામાં ઘરેલુ તથા મેડિકલ વેસ્ટના નિકાલ માટે પાલિકા દ્વારા સુદ્રઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. છતાં ખાસ કરીને મેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલને લઇને મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. અગાઉ ઇલોરાપાર્કમાં મેડિકલ સ્ટોરના સંચાલક દ્વારા દવાનો કચરાપેટીમાં નિકાલ કરવામાં આવચતા પાલિકાની ટીમો દ્વારા મસમોટો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ મેડિકલ સ્ટોરના સંચાલકોએ ઘટનાનું પુનરાવર્તન ચાલુ રાખતા તંત્રએ આકરા પગલાં ભર્યા છે.
રૂ. 15 હજારનો દંડ વસુલવામાં આવ્યો
પાલિકાના અધિકારી સુરેશભાઇ આર. પટેલ એ મીડિયાને જણાવ્યું કે, વહીવટી વોર્ડ નં - 9 ગોત્રી, મેડિકલ કોલેજની બાજુમાં ગોવર્ધન મેડિકલ સ્ટોર દ્વારા જાહેર માર્ગ પર કચરો નાંખવામાં આવ્યો હતો. તે બદલ રૂ. 15 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. મેડિકલ સ્ટોર દ્વારા એક્સપાયરી ડેટ વટાવી ચુકેલી દવાઓનો જાહેરમાં નિકાલ કર્યો હતો. વાત અમારા ધ્યાને આવતા તેમને નોટીસ ફટકારવામાં આવી હતી. જે બાદ તેઓ દંડ ભરપાઇ કરવા માટે તૈયાર થયા હતા. અમે ત્વરિત દંડ વસુલ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : શિક્ષણ સમિતિની શાળાઓમાં રમત-ગમતના મેદાનની ઘટ ચિંતાનો વિષય