Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : અગ્નિવીર રીક્રુટમેન્ટ ડ્રાઇવમાં રાજ્યભરમાંથી 8 હજારથી વધુ યુવાનો જોડાશે

VADODARA : તા. ૬થી સેનાની અગ્નિવીર રિક્રુટમેન્ટ ડ્રાઇવ શરૂ થશે, રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના ૧૪૫૯ નવલોહિયા યુવાનો અગ્નિવીર બની દેશ સેવા કરવા તત્પર
vadodara   અગ્નિવીર રીક્રુટમેન્ટ ડ્રાઇવમાં રાજ્યભરમાંથી 8 હજારથી વધુ યુવાનો જોડાશે
Advertisement

VADODARA : વડોદરા શહેરમાં મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડના (MSU - VADODARA) મેદાનમાં આગામી તા. ૬થી તા. ૧૪ જાન્યુઆરી સુધી યોજાનારી ભારતીય સેનાની અગ્નિવીર જવાનની ભરતી (AGNIVEER RECRUITMENT DRIVE - 2025, VADODARA) ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના તમામ જિલ્લામાંથી કુલ ૮૩૫૪ નવલોહિયા યુવાનો ભાગ લેશે. સેનામાં જોડાઇ દેશસેવા કરવાની પ્રબળ ભાવના ધરાવતા આ યુવાનો સારી રીતે શારીરિક કસોટી આપી શકે એવી તમામ તૈયારી કરવામાં આવી છે.

સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના યુવાનોમાં અગ્નિવીર બનવા માટે થનગનાટ

ભારતીય સેનાના ભરતી વિભાગ દ્વારા વિવિધ જિલ્લાઓના અગ્નિવીરો માટે તારીખ પ્રમાણે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૬ના રોજ મહેસાણા જિલ્લાના ૭૬૩ ઉમેદવારોની કસોટીથી ભરતી પ્રક્રીયાનો પ્રારંભ થશે. એ બાદ તા. ૭ના રોજ સાબરકાંઠાના ૮૧૧ ઉમેદવારો, તા. ૮ના અમદાવાદના ૮૫૩, તા. ૯ના રોજ વડોદરાના ૧૫૬ અને અરવલીના ૭૧૩, તા. ૧૦ના રોજ બનાસકાંઠા જિલ્લાના આઠ તાલુકાના ૮૭૩ અને તે બાદ તા. ૧૧ના રોજ બનાસકાંઠાના છ જિલ્લાના ૫૮૬ અને ગાંધીનગરના ૨૨૮ ઉમેદવારો શારીરિક કસોટી આપશે. એ રીતે જોઇએ તો ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના ૧૪૫૯ યુવાનો અગ્નિવીર બનવા માટે થનગની રહ્યા છે.

Advertisement

જિલ્લા પ્રમાણે ઉમેદવારોની સંખ્યા

એ જ પ્રકારે તા. ૧૨ના રોજ નવસારીના ૫૧, ખેડાના ૩૩૦, પંચમહાલના ૪૫૯ ઉમેદવારો, તા. ૧૩ના રોજ સુરતના ૩૦૬, દાહોદના ૪૫૭, વલસાડના ૩૦ યુવાનો, તા. ૧૪ના મહિસાગર જિલ્લાના ૩૧૧, છોટાઉદેપુરના ૨૦૦, ડાંગના ૧૩, નર્મદાના ૧૪, દાદરાનગર હવેલીના ૮, ભરૂચના ૨૬, તાપીના ૧૩, આણંદના ૧૭૨ ઉમેદવારો અગ્નિવીર ભરતીમાં જોડાશે.

Advertisement

યુવાનોને કોઇ મુશ્કેલીનો સામનો ના કરવો પડે એવી વ્યવસ્થા

તા. ૧૫ના રોજ ભારતીય સેના વિવિધ ટેક્નિકલ જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રીયા થશે. જેમાં ૯૮૧ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થનારા ઉમેદવારોનું તા. ૧૬ના રોજ પ્રારંભિક મેડિકલ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. વડોદરામાં તરસાલી સ્થિત રોજગાર કચેરીના સંયોજનમાં અગ્નિવીર ભરતીમાં ભાગ લેવા આવતા યુવાનોને કોઇ મુશ્કેલીનો સામનો ના કરવો પડે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ટુર્નામેન્ટમાં બ્રાહ્મણોએ પારંપરિક ધોતી-ઝભ્ભામાં ક્રિકેટ મેચ રમ્યા

Tags :
Advertisement

.

×