ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સંવેદનશીલ વિસ્તારમાં વીજચોરોને રૂ. 35 લાખથી વધુનો દંડ

VADODARA : પોલીસ બંદોબસ્ત સાથે રાખીને વિશ્વામિત્રી (પૂર્વ) અને લાલબાગ વિભાગીય કચેરીમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં વહેલી સવારે દરોડા
06:50 AM Feb 20, 2025 IST | PARTH PANDYA
VADODARA : પોલીસ બંદોબસ્ત સાથે રાખીને વિશ્વામિત્રી (પૂર્વ) અને લાલબાગ વિભાગીય કચેરીમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં વહેલી સવારે દરોડા

VADODARA : વડોદરા શહેર જિલ્લામાં મધ્ય ગુજરાત વિજ કંપની દ્વારા વીજ પુરવઠો પુરો (MGVCL - VADODARA) પાડવામાં આવે છે. કંપનીના વીજ કનેક્શન ચેકીંગ સ્કવોર્ડ દ્વારા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વહેલી સવારે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 1090 ઘરોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તે પૈકી 56 ઘરોમાં વિજચોરી-ગેરરીતિ પકડાઇ હતી. જેથી તે તમામને રૂ. 35.35 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વીજ કંપનીની આકરી કાર્યવાહીને પગલે વીજચોરોમાં ભારે ફફડાટ ફેલાયો છે. (ELECTRICITY THEFT CASE CAUGHT BY MGVCL - VADODARA)

વિવિધ વિસ્તારોમાં મળીને 1090 કનેક્શન તપાસ્યા

તાજેતરમાં વીજ કંપનીની સ્કવોર્ડ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને શહેરના વિશ્વામિત્રી (પૂર્વ) અને લાલબાગ વિભાગીય કચેરીમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં વહેલી સવારે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં માંડવી, પાણીગેટ અને વાડી સબડિવિઝન અંતર્ગત આવતા ભદ્રકચેરી, મહાવત ફળિયું, મીઠા ફળિયું, સરસીયા તળાવ, યાકુતપુુરા, શેખ ફરીય મહોલ્લા, મટન માર્કેટ, કહાર મહોલ્લો, બાવામાનપુરા, રામનાથ ચોક, હાથીખાનામાં મળીને 1090 વીજ કનેક્શન તપાસ્યા હતા. તે પૈકી 43 વીજ કનેક્શનમાં વીજ ચોરી અને અન્યમાં ગેરરીતિ ઝડપાઇ હતી. જે તમામ કિસ્સામાં મળીને રૂ. 35.35 લાખનું પૂરવણી વીજબિલ ફટકારવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસ કાર્યવાહીની પણ તજવીજ હાથ ધરવામાં આવી

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસને સાથે રાખીને કરવામાં કાર્યવાહીને પગલે વીજચોરોમાં ડર પેંસી જવા પામ્યો છે. વીજ ચોરો સામે પોલીસ કાર્યવાહીની પણ તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વીજ કંપનીની કાર્યવાહીની લોકોમાં સરાહના થઇ રહી છે. અને આ કાર્યવાહી નિયમીત રીતે આવનાર સમયમાં પણ ચાલુ રહે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. વીજચોરી બાદ વીજ બિલના બાકીદારો પર કાર્યવાહીના એંધાણ હાલ તબક્કો જેવા મળી રહ્યા છે. જે માટેનું મસમોટું લિસ્ટ તાજેતરમાં જ વીજ કંપની દ્વારા જારી કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો --- Rajkot : 12 વર્ષની તરુણી પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની આકરી સજા

Tags :
andcaseCheckingElectricityFineGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsHugemalpracticeMGVCLSlapSquadtheftVadodara
Next Article