VADODARA : રૂ. 12.24 કરોડનું વીજબીલ બાકી, કનેક્શન કાપવાની તૈયારી
VADODARA : મધ્ય ગુજરાત વિજ કંપની (MGVCL - VADODARA) દ્વારા બાકી વિજબીલ ધરાવતા કનેક્શન અને રકમની જાહેરાત કરી છે. જે અનુસાર, 88,575 કનેક્શનના વિજબીલ બાકી છે. જેની રકમ રૂ. 12.24 કરોડ જેટલી થવા પામે છે. હવે વિજ બીલના બાકી નાણાંની વસુલાતને વેગવંતી બનાવવામાં આવનાર છે. (MHVCL PENDING BILL RECOVERY - VADODARA) જે અંતર્ગત કનેક્શન કાપવા સુધીની આકરી કાર્યવાહી કરવાની તંત્રની તૈયારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગ્રાહકોની એક યાદી વિજ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી
વિજ કંપની MGVCL દ્વારા વડોદરા શહેર - જિલ્લા ઉપરાંત આસપાસના 6 જિલ્લાઓમાં વિજ પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ અને ગોધરા સર્કલનો સમાવેશ થાય છે. તે પૈકી વડોદરા શહેર વિસ્તારમાં રૂ. 5 હજારથી ઓછા અને રૂ. 1 લાખથી વધુ વિજ બીલ બાકી હોય તેવા ગ્રાહકોની એક યાદી વિજ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. આવનાર સમયમાં તેની રીકવરી તેજ કરવામાં આવનાર છે.
કનેક્શન કાપવા સુધીની આકરી કાર્યવાહી કરવા તંત્રએ કમર કસી
રીકવરી પૈકી સૌથી વધુ રેસીડેન્સીયલ વિજ બીલના નાણાં બાકી બોલે છે. જેની રકમ રૂ. 8 કરોડ જેટલી થવા પામે છે. બીજા નંબર પર કોમર્શિયલ એકમો ના રૂ. 3.25 કરોડ બાકી છે. આવનાર સમયમાં બાકી વિજબીલની વસુલાત કડકાઇ પૂર્વક કરવામાં આવશે. જે અંતર્ગત વિજ કનેક્શન કાપવા સુધીની આકરી કાર્યવાહી કરવા તંત્રએ કમર કસી લીધી છે.
સ્ટ્રીટ લાઇટ અને નારી ગૃહના વિજ કનેક્શન સરાકરી કચેરી હસ્તક
વિજ કંપની સુત્રોના જણાવ્યા અનુસાર, રૂ. 1 લાખથી વધુનું વિજ બીલ બાકી હોય તેવા 36 જેટલા ગ્રાહકો છે. જે માંથી સ્ટ્રીટ લાઇટ અને નારી ગૃહના વિજ કનેક્શન સરાકરી કચેરી હસ્તકના હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉપરોક્ત તમામ પાસેથી વિજ બીલના બાકી રૂ. 62.48 લાખ લેવાના નીકળે છે.
આ પણ વાંચો --- VADODARA : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 70,933 મતદારો મતદાન કરશે