VADODARA : વેપારીએ ગોડાઉનમાં જીવન ટુંકાવ્યું, સુખી-સંપન્ન પરિવાર વિખેરાયો
VADODARA : વડોદરા (VADODARA) માં રહેતા અને પાદરાના મુવાલ ગામે ઇલેક્ટ્રોનિક તથા બાંધકામના સામાનનું હોલસેલમાં વેચાણ કરતા વેપારીએ પોતાના જ ગોડાઉનમાં ગડર પર ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, વેપારીએ અંતિમ ફોન પોતાના ઘરેથી 2 કલાકે બપોરે લીધો હતો. ત્યાર બાદ વેપારીને કરવામાં આવેલા તમામ ફોનની રીંગ પૂરી થતી હતી. વેપારીએ આ પગલું 3 વાગ્યાના અરસામાં ભર્યું હોવાનો પ્રાથમિક અંદાજ તપાસ અધિકારી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
નિયમીત રીતે અપડાઉન કરીને પોતાનો ધંધો-વેપાર કરતા હતા
વડોદરાના જુના પાદરા રોડ પર આવેલી ઝવેરચંદ પાર્ક સોસાયટીમાં 55 વર્ષિય દિનેશભાઇ અંબાલાલ પટેલ રહેતા હતા. તેઓનો પરિવાર મુળ પાદરાના મુવાલ ગામનો હતો. અહિં તેઓ સંપત્તિ ધરાવે છે. હાલમાં મુવાલ ગામે તેઓ ઇલેક્ટ્રોનિક તથા બાંધકામના સામાનનો હોલસેલનો ધંધો કરતા હતા. વડોદરા રહેતા હોવાથી તેઓ નિયમીત રીતે અપડાઉન કરીને પોતાનો ધંધો-વેપાર કરતા હતા. દરમિયાન ગત બપોરે 2 કલાકે તેમણે પોતાના પરિજન જોડે ફોન પર વાત કરી હતી. ત્યાર બાદ તેમણે કોઇ પણ ફોન સ્વિકારવાના બંધ કરી દીધા હતા. બાદમાં 3 વાગ્યાના અરસામાં પોતાની દુકાનના ગોડાઉનના ગર્ડર સાથે જાડી દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવવી દીધું હતું.આમ, સુખી-સંપન્ન પરિવાર વિખેરાયો હતો.
હજી સુધી પરિજનોના નિવેદન લઇ શકાયા નથી
ઘટના અંગે જાણ થતા જ તુરંત પોલીસને માહિતી આપવામાં આવી હતી. જે બાદ પોલીસે તુરંત સ્થળ પર આવીને મૃતદેહનો કબ્જો લઇને તેને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, હજી સુધી પરિજનોના નિવેદન લઇ શકાયા નથી. ત્યાર બાદ મામલા પાછળના કારણો શોધવાની દિશામાં પોલીસ વધુ તપાસનો ધમધમાટ હાથ ધરશે.
આ પણ વાંચો --VADODARA : પ્રેમી જોડાએ સાથે લીધા અંતિમ શ્વાસ, બાવળિયે લટકતા મૃતદેહ મળ્યા


