ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોત, સિલસિલો ક્યારે અટકશે..?

VADODARA : વહેલી સવારે સાવલીના ઉદ્દલપુર રોડ પર આવેલા સાવલી વિશ્રામ ગૃહ પાસેથી એક આધેડ બાઇક લઇને નોકરીએ જઇ રહ્યા હતા
01:32 PM Dec 13, 2024 IST | PARTH PANDYA
VADODARA : વહેલી સવારે સાવલીના ઉદ્દલપુર રોડ પર આવેલા સાવલી વિશ્રામ ગૃહ પાસેથી એક આધેડ બાઇક લઇને નોકરીએ જઇ રહ્યા હતા

VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) માં ભારદારી વાહનોની ટક્કરે અકસ્માતમાં મોતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. વડોદરા જિલ્લામાં આવતા સાવલીના ઉદ્લપુર રોડ પર વહેલી સવારે ભારદારી ડમ્પરની ટક્કરે બાઇક સવારનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. જેને લઇને પંથકમાં રોષ સાથે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. હવે આ પ્રકારની ઘટનાનો સિલસિલો અટકાવવા માટે જિલ્લા પોલીસ તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

ડમ્પરે અડફેટે લેતા તેઓ રસ્તા પર પટકાયા

વડોદરા શહેર અને જિલ્લામાં ભારદારી વાહનોની ટક્કર અકસ્માતની ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. આજે વહેલી સવારે સાવલીના ઉદ્દલપુર રોડ પર આવેલા સાવલી વિશ્રામ ગૃહ પાસેથી એક આધેડ બાઇક લઇને નોકરીએ જઇ રહ્યા હતા. તે દરમિયાન ડમ્પરે અડફેટે લેતા તેઓ રસ્તા પર પટકાયા હતા. અને તેમના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાથે જ રસ્તા પર લોહી વહેવાનું શરૂ થઇ ગયું હતું.

મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો

ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્તને સારવાર મળે તે પહેલા જ તેમણે દમ તોડ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા. અકસ્માતમાં મૃતકની ઓળખ કાલિદાસ નાનજી ભાઇ (રહે. રસુલપુર) તરીકે કરવામાં આવી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સાવલીની જમનોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ભારદારી વાહનોને યમરાજ બનતા અટકાવો

વડોદરા જિલ્લામાં વધુ એક વખત ભારદારી વાહનની ટક્કરે અકસ્માતમાં મોતની ઘટના સામે આવતા પંથકમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અકસ્માતની ઘટનાઓ અટકાવવા અને ખાસ કરીને ભારદારી વાહનોને યમરાજ બનતા અટકાવવા માટે પોલીસ તંત્ર વધુ કમર કસે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડમાં પીડિત પરિવારોને મામલતદારનું તેડું, વળતર અંગે ચર્ચા

Tags :
afterAGEAngryDumperFROMhitLifelostmanmiddlePeopleVadodara
Next Article