VADODARA : સગીર બાળકીને રોડ ક્રોસ કરાવી આધેડે ના કરવાનું કર્યું
VADODARA : વડોદરા (VADODARA) ના ખિસકોલી સર્કલ પાસે આધેડે સગીર દિકરીને રોડ ક્રોસ કરાવ્યા બાદ બચકા ભર્યાની સનસનીખેજ ઘટના સપાટી પર આવવા પામી છે. સગીરાઓ પોતાને જેમ તેમ કરીને છાવ્યા બાદ પોતાના ઘરે પહોંચી હતી. અને ત્યાર બાદ પરિજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને બાદમાં નરાધમ સામે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ પોલીસે આરોપીને દબોચી લીધો છે, અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર ઘટના પરિવાર સમક્ષ વર્ણવી
વડોદરામાં ગતરોજ દિકરી જોડે ખોટી ઘટના બનતા અટકી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગતરાત્રે શહેરના ખિસકોલી સર્કલ પાસે આવેલા રોડ પર એક તરફથી બીજી તરફ જવા 10 વર્ષિય સગીરાને 45 વર્ષિય આધેડે હાથ પકડીને રોડ ક્રોસ કરાવ્યો હતો. રોડ ક્રોસ કરાવ્યા બાદ સગીર દિકરીને 45 વર્ષિય આધેડ રવિ વાઘેલાએ બચકા ભર્યા હતા. ઘટનાથી ડઘાઇ ગયેલી સગીરાએ જેમ તેમ પોતાની જાતને છોડાવીને તે પોતાના પરિવાસ પાસે પહોંચી હતી. બાદમાં તેણે સમગ્ર ઘટના પરિવાર સમક્ષ વર્ણવી હતી.
આધેડની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી
સમગ્ર મામલો જાણતા જ પરિજનો ડઘાઇ ગયા હતા. બાદમાં આ કૃત્ય અંગે અટલાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે બાદ પોલીસે સગીરા જોડે ખોટુ કૃ઼ત્ય કરવાના ઇરાદા ધરાવતા આધેડની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી હતી. અને તેના વિરૂદ્ધમાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -- VADODARA : અગ્રણી ભંવરલાલ ગૌડ બોગસ ખેડૂત નીકળ્યા, ફરિયાદ નોંધાઇ


