ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સંસ્કારી નગરીમાં યોજાયું સાડી રન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (INTERNATIONAL WOMENS DAYS) ની ઉજવણી કરવા અને મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવા માટે વડોદરાની માતાઓ (MOMS) દ્વારા રેડ સાડી રનનું આયોજન કરવામાં આવ્યું છે. શારીરિક સ્વાસ્થ્ય અને માસીક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કારી નગરી વડોદરા (VADODARA)...
04:27 PM Mar 10, 2024 IST | PARTH PANDYA
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (INTERNATIONAL WOMENS DAYS) ની ઉજવણી કરવા અને મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવા માટે વડોદરાની માતાઓ (MOMS) દ્વારા રેડ સાડી રનનું આયોજન કરવામાં આવ્યું છે. શારીરિક સ્વાસ્થ્ય અને માસીક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કારી નગરી વડોદરા (VADODARA)...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (INTERNATIONAL WOMENS DAYS) ની ઉજવણી કરવા અને મહિલાઓમાં શારીરિક તંદુરસ્તી અંગે જાગૃતિ ફેલાવવા માટે વડોદરાની માતાઓ (MOMS) દ્વારા રેડ સાડી રનનું આયોજન કરવામાં આવ્યું છે. શારીરિક સ્વાસ્થ્ય અને માસીક સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે સંસ્કારી નગરી વડોદરા (VADODARA) માં વિવિધ ઉંમરની 250 થી વધુ મહિલાઓ લાલ સાડીમાં દોડ લગાવી છે.

 

ફિટનેસને કોઈ પણ પોશાક સાથે લેવાદેવા નથી

પ્રિયંકા કપૂર દ્વારા સ્થાપવામાં આવેલ ફેસબુક પર મમ્મીઓ માટે MOMS OF VADODARA માત્ર પ્લેટફોર્મ છે. આ જૂથ મહિલાઓને બિઝનેસ નેટવર્કિંગ, શારીરિક અને માનસિક સુખાકારી જેવા વિવિધ પાસાઓ અંગે મદદ પૂરી પાડે છે. સાડી રન એ સ્ત્રીત્વની ઉજવણી કરવા, ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે છે. ફિટનેસને કોઈ પણ પોશાક સાથે લેવાદેવા નથી. આ વર્ષે ઇવેન્ટમાં ડોકટરોની મહત્તમ ભાગીદારી જોવા મળી હતી.

સ્ત્રીઓ કંઈપણ કરી શકે છે

MOVના સ્થાપક અને સાડી રનના પ્રણેતા પ્રિયંકા કપૂરે જણાવ્યું કે, મહિલાઓ અને ખાસ કરીને માતાઓમાં ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે, MOV દરેક મહિલા દિવસે સાડી રનનું આયોજન કરે છે. આ દોડના આયોજનનું કારણ માતાઓમાં ફિટનેસને પ્રોત્સાહન આપવાનું અને માસિક સ્રાવની સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનું છે. સાડી દરેક મહિલાઓ માટે સુંદર પોશાક છે અને આ દોડ દરેક માતાને સમર્પિત છે જે પ્રતિબંધોને તોડવા માંગે છે અને વિશ્વને બતાવવા માંગે છે કે સ્ત્રીઓ કંઈપણ કરી શકે છે. આ વર્ષે MOV SAREE RUN ની 5મી આવૃત્તિ છે અને આ વર્ષે તેમાં ત્રણ વય શ્રેણીઓમાં 280 થી વધુ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

સાડીમાં દોડવું રોમાંચક છે

ભાગલેનાર મહિલાઓએ ખુશીથી સાડીમાં દોડવાના અને સ્ત્રીત્વની ઉજવણી કરવાના તેમના અનુભવો શેર કર્યા. સહભાગી પ્રિયંકા સોનીએ કહ્યું, સાડીમાં દોડવું રોમાંચક છે. અમે મહિલાઓ તરીકે રસોડું, કુટુંબનું સંચાલન કરી રહ્યા છીએ અને હવે દરેક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભા મેળવી રહ્યા છીએ. આ દોડથી અમે બતાવવા માંગીએ છીએ કે એક મહિલા કંઈ પણ કરી શકે છે. અંતે ત્રણ કેટેગરીના 9 વિજેતા મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો -- VADODARA : પોલીસે જ પોલીસને કહ્યું “તારી શું સત્તા છે” !

Tags :
awarenesseditionfifthformomsrunSareeVadodara
Next Article