ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : સાંસદના નિશાના પર પાલિકા, અસામાજિક તત્વોના દબાણ દુર કરવા માંગ

VADODARA : સાંસદ દ્વારા પાલિકાને ટેગ કરીને ટ્વીટર પર એક મેસેજ મુકવામાંં આવ્યો છે. જેમાં તેઓ અમદાવાદની ઘટના જોડે સાંકેતિક રીતે વર્ણવી છે
07:09 AM Apr 30, 2025 IST | PARTH PANDYA
VADODARA : સાંસદ દ્વારા પાલિકાને ટેગ કરીને ટ્વીટર પર એક મેસેજ મુકવામાંં આવ્યો છે. જેમાં તેઓ અમદાવાદની ઘટના જોડે સાંકેતિક રીતે વર્ણવી છે

VADODARA : વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (MP DR. HEMANG JOSHI - VADODARA) ના નિશાને પાલિકા આવ્યું છે. સાંસદે ટ્વીટર / એક્સ પર એક પોસ્ટ મુકી છે. જેમાં તેઓ જણાવે છે કે, વડોદરામાં પણ વિરોધી પાર્ટી અને દેશવિરોધી તત્વોની મહેરબાનીથી લાલા જેવા માટે સુરક્ષિત સ્થાનો છે. હવે તેમની સામે કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ પાલિકાના સત્તાવાર એકાઉન્ટને ટેગ કરવામાં આવ્યું છે. જો કે, સાંસદ દ્વારા કોઇ ચોક્કસ ફોડ પાડવામાં આવ્યો નથી.

અમદાવાદની ઘટનાને સાંકેતિક રીતે વર્ણવી

ગતરોજ અમદાવાદમાં ચંડોળા તળાવ ખાતે બિનઅધિકૃત રીતે રહેતા બાંગ્લાદેશી પરિવારોના ઘર અને કારખાના પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મેગા ડિમોલીશનની દેશભરમાં સરાહના કરવામાં આવી છે. આ ઘટનામાં ખાસ બિનઅધિકૃત બાંગ્લાદેશીને પનાહ આપતા લલ્લા બિહારીનું સામ્રાજ્ય તોડી પાડવામાં આવ્યું છે. ત્યારે આ ઘટના બાદ વડોદરાના સાંસદ દ્વારા પાલિકાને ટેગ કરીને ટ્વીટર પર એક મેસેજ મુકવામાંં આવ્યો છે. જેમાં તેઓ અમદાવાદની ઘટના જોડે સાંકેતિક રીતે વર્ણવીને લખ્યું કે, વડોદરામાં પણ લલ્લા જેવા લોકો માટે સુરક્ષિત સ્થાને છે. જે તેને વિરોધ પક્ષ અને દેશ વિરોધી તત્વોની મહેરબાનીથી મળ્યા છે. હવે તેના વિરૂદ્ધ કામ કરવાનો સમય આવી ગયો છે.

પાલિકામાં મળનારી સંકલનની બેઠકમાં આ મુદ્દો છવાય તો નવાઇ નહીં

અત્રે નોંધનીય છે કે, સામાન્ય રીતે આ પ્રકારના મુદ્દાઓ જિલ્લા અને પાલિકાની સંકલનની બેઠકમાં મુકવામાં આવતા હોય છે. આગામી સમયમાં જિલ્લા અને પાલિકામાં મળનારી સંકલનની બેઠકમાં આ મુદ્દો છવાય તો નવાઇ નહીં. સાંસદનું મીડિયાને કહેવું છે કે, અમદાવાદમાં કરેલી કાર્યવાહીના તાર ગુનાહિત કૃત્ય સુધી જોડાતા હતા. વડોદરામાં પણ આવા દબાણો શોધવામાં આવે તો, ગુનાહિત કૃત્યોની કડી સુધી પહોંચી શકાય છે.

આ પણ વાંચો --- Akshaya Tritiya Rashifal : અક્ષય તૃતીયા પર લક્ષ્મી નારાયણ યોગના કારણે આ રાશિના લોકો ધનવાન બનશે, વ્યવસાયમાં થશે મોટી કમાણી

Tags :
andconcernCrimedr. hemangencroachmentGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsillegaljoshiMPoverraiseVadodara
Next Article