ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : MP ડો. હેમાંગ જોષીએ સંસદમાં રાહુલ ગાંધીનો ઉઘડો લીધો

VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી હિંદીમાં કહેતા નજરે પડે છે કે, યે દેખીયે આપને ક્યાં કીયા. આપકો શર્મ નહીં આતી. ગુંદાદર્દી કરતે હો
03:50 PM Dec 19, 2024 IST | PARTH PANDYA
VADODARA : સાંસદ ડો. હેમાંગ જોષી હિંદીમાં કહેતા નજરે પડે છે કે, યે દેખીયે આપને ક્યાં કીયા. આપકો શર્મ નહીં આતી. ગુંદાદર્દી કરતે હો

VADODARA : આજે સંસદ પરિસરમાં કોંગ્રેસના વિરોધ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો. ભાજપના સાંસદ ગુસ્સે થયા હતા અને રાહુલ ગાંધી (RAHUL GANDHI PUSH BJP MP IN PARLIAMENT - DELHI) પર સવાલો ઉઠાવ્યા હતા. દરમિયાન રાહુલ ગાંધીએ ધક્કો મારતા ભાજપના સિનિયર સાંસદ ધાયલ થયા હતા. અને તેમની મદદ માટે અન્ય સાંસદ તેમની પાસે આવી પહોંચ્યા હતા. તે દરમિયાન વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) પણ સ્થળ પર હાજર હતા. આ વચ્ચે રાહુલ ગાંધી નજીકમાં આવતા જ ડો. હેમાંગ જોષીએ તેમને તતડાવી નાંખ્યા હતા, અને રીતસરનો ઉઘડો લીધો હતો.

મદદ માટે વડોદરાના ડો. હેમાંગ જોષી સહિતના સાંસદ સામે આવ્યા

હાલ દિલ્હી સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે આંબેડકર પર ટિપ્પણીના મુદ્દે બંને ગૃહોમાં ભારે હોબાળો જોવા મળ્યો છે. આજે સંસદ પરિસરમાં હાઈવોલ્ટેજ ડ્રામા થયો હતો. વિરોધ દરમિયાન ધક્કામુક્કી થતા ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી ઘાયલ થયા છે. તેમને માથામાં ઈજાઓ થઈ છે. સારંગીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યા છે.જે બાદ ઇજાગ્રસ્ત સાંસદની મદદ માટે વડોદરાના ડો. હેમાંગ જોષી સહિતના અન્ય સાંસદ પણ આવ્યા હતા. જેમાં રાહુલ ગાંધી નજીકમાં આવતા જ તેનો ઉઘડો લેવાયો હતો.

રાહુલ ગાંધી કંઇ પણ બોલ્યા વગર નીચી મુંડીએ ત્યાંથી જતા રહ્યા

વીડિયોમાં રાહુલ ગાંધી તરફ ઇશારો કરીને વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી હિંદીમાં કહેતા નજરે પડે છે કે, યે દેખીયે આપને ક્યાં કીયા. આપકો શર્મ નહીં આતી. ગુંદાદર્દી કરતે હો. ધીસ ઇસ નોટ ધ વે. ડો. હેમાંગ જોષી તથા અન્યની ઉગ્રપ્રતિક્રિયાઓ જાણીને રાહુલ ગાંધી કંઇ પણ બોલ્યા વગર નીચી મુંડીએ ત્યાંથી જતા રહે છે. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત સાંસદોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : BMW હિટ એન્ડ રન કેસમાં PI ની બદલી, ACP ને સોંપાઇ તપાસ

Tags :
atCongressdr. hemanggandhijoshileadermisbehaveMPoverRahulshoutVadodara
Next Article