Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગુનેગારોના દબાણોનો નિકાલ કરવાની દિશા તરફ સંકેત આપતા સાંસદ

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં ગેંગ રેપની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ નરાધમો પરપ્રાંતિય હતા. તે પૈકી એક સામે અગાઉ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. આરોપીઓને પકડી પાડ્યા બાદ કેટલાકનું મકાન...
vadodara   ગુનેગારોના દબાણોનો નિકાલ કરવાની દિશા તરફ સંકેત આપતા સાંસદ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં નવરાત્રીના બીજા નોરતે ભાયલી વિસ્તારમાં ગેંગ રેપની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સંડોવાયેલા ત્રણ નરાધમો પરપ્રાંતિય હતા. તે પૈકી એક સામે અગાઉ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. આરોપીઓને પકડી પાડ્યા બાદ કેટલાકનું મકાન ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતા તેને દુર કરવા માટેની તત્પરતા પાલિકા તંત્ર દ્વારા બતાવવામાં આવી હતી. જેને ભાગરૂપે તાજેતરમાં તે મકાનનું વિજ, પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યું હતું. હાલમાં વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા પરપ્રાંતિયો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દુર કરવાની કાર્યવાહીના પ્રબળ સંકેતો આપવામાં આવ્યા છે.

પોલીસ વિભાગે કામ કરવાનું શરૂ કરી દીધું છે

સાંસદ ડો. હેમાંગ જોશી (VADODARA - BJP MP DR. HEMANG JOSHI) એ જણાવ્યું કે, પરપ્રાંતિયમાં તમામ આવી જાય, પરંતુ આપણે તેને વધારે કેટેગરાઇઝ કરીએ તો જે પરપ્રાંતિય અહીંયા વ્યવસાહ કરવા આવી, ગેરકાયદેસર વ્યવસાય કરતા હોય છે, ગુના ખોરીમાં તેમના પોતાના રાજ્યમાં સંડોવાયેલા હોય છે, ત્યાંથી બચવા માટે અહીંયા આવીને નવેસરથી ગુનાઓ આચરતા હોય છે. તેવા લોકોનો શોધી, તેવા દબાણોને શોધી, તેનો નિકાલ કરવા માટે અમારા સહિત ચૂંટાયેલા અને સંગઠનના તમામ સાથે મળીને પાલિકાને રજુઆત કરશે. આ બાબતે પોલીસ વિભાગે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

Advertisement

સતર્ક કરીને વ્યવહાર કેળવશો

વધુમાં તેમણે જણાવ્યું કે, (ભાયલી ગેંગ રેપ કેસ) ઘટનાના આરોપીઓ પકડાયા ત્યારે મેં કહ્યું હતું કે, તે વિષયની તપાસ કરવાની જરૂર છે કે, આ નરાધમો પૈકી કોઇ અગાઉ ગુનામાં સંડોવાયેલું છે કે કેમ ? તે તપાસમાં જુનો રેકોર્ડ હોવાનું મળી આવ્યું છે. વડોદરાના નાગરિકોને વિનંતી છે કે, તમે તમારૂ ઘર કોઇને ભાડે આપો છો, પાર્ટનરશીપ કરો છો, તે વ્યક્તિ બીજા રાજ્યથી અહીંયા આવ્યા છે, ખાસ કરીને તેવા રાજ્યોમાંથી જ્યાંનો ઇતિહાસ તે પ્રકારનો રહ્યો છે. ત્યારે તેમનું પોલીસ વેરીફીકેશન વધારે ઉંડાણ પૂર્વક થાય તેવા પ્રયાસો કરશો, અને તે બાબતે સતર્ક કરીને વ્યવહાર કેળવશો. સમગ્ર ઘટના ઘટી ત્યારે પોલીસ વિભાગ સાથે ટેલિફોનીક રજુઆત કરવામાં આવી હતી. પરંતુ આ વ્યવસ્થા કાયમી કેવી રીતે કરી શકાય તે માટે સંકલન સમિતીની બેઠકમાં રજુઆત કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો -- Surat : આજે જનભાગીદારીથી 'જલ સંચય' મહાઅભિયાનની થશે શરૂઆત, CR પાટીલ રહેશે ઉપસ્થિત

Tags :
Advertisement

.

×