VADODARA : MSU ના એક્ટીંગ VC ધનેશ પટેલ સામે હાઇકોર્ટમાં રીટ, છતાં નિમણૂંક
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના અગાઉના વિવાદીત વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. અને તેમની જગ્યાએ ધનેશ પટેલને એક્ટીંગ વીસી તરીકે નિમવામાં આવ્યા છે. જે બાદ હવે તેમની નિમણૂંક સામે સવાલો ઉઠવા પામ્યા (MSU - VADODARA, ACTING VC APPOINTMENT RAISE CONCERN) છે. પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ સામે વીસી બનવા અંગેની લાયકાતનો મુદ્દો કોર્ટમાં જતા તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. હવે તેમની જગ્યાએ નિમાયેલા ધનેશ પટેલ સામે પણ અગાઉ કોર્ટમાં રીટ થઇ હોવાનું સામે આવ્યું છે. જેથી તંત્રએ કુલડીમાં ગોળ ભાંગ્યો હોવની ચર્ચા યુનિ. વર્તુળોમાં જોવા મળી રહી છે.
સૃષ્ટિ પાઠકે સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરી હતી
MSU ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં 5 વર્ષથી આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં કામ કરતી સૃષ્ટિ પાઠકની તેની લાયકાતના આધારે પસંદગી કરવામાં આવતી હતી. દર વખતે તેઓનો ત્રીજો ક્રમ રહેતો હતો. પરંતુ વર્ષ 2024 માં કરવામાં આવેલી ભરતીમાં તેમનો ક્રમ 8 માં નંબરે કરી દેવામાં આવ્યો હતો. અને તેમની પસંદગી કરવામાં આવી ન્હતી. જેથી સૃષ્ટિ પાઠકે સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરી હતી. અને તેઓ લાયકાત ધરાવતા હોવા છતાં તેમને ભરતી પ્રક્રિયામાં અન્યાય મામલે યુનિ. સત્તાધીશો સહિત ટેક્નોલોજી ફેકલ્ડટીના ડીન ધનેશ પટેલ, હેડ ડો. ભાવના વાસુદેવ સામે ફરિયાદ કરી હતી.
પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ અને ધનેશ પટેલ વચ્ચે સારા સંબંધો છે.
ધનેશ પટેલ સામે ગુજરાત હાઇકોર્ટમાં રીટ છતાં તેમને એક્ટીંગ વીસી તરીકે નિમણૂંક આપી દેવામાં આવી છે. જેને લઇને યુનિ.ના પ્રોફેસર્સમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે. યુનિ. વર્તુળોમાં તેવી પણ ચર્ચા છે કે, અગાઉના વીસી પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવ અને હાલના એક્ટીંગ વીસી ધનેશ પટેલ વચ્ચે સારા સંબંધો છે. અને પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવના કારનામા બહાર ના આવે તે માટે એક્ટીંગ વીસી તરીકે ધનેશ પટેલને મુકવામાં આવ્યા હોવાનો યુનિ.માં ગણગણાટ છે. આ સાથે સિનિયર પ્રોફેસરની અવગણવા થઇ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : Zomato ના ડિલિવરી બોયની રોમીયોગીરી, પરિણિતાને કહ્યું, તુ મને પસંદ છે