Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU ના પ્રતિષ્ઠિત BBA કોર્સના એડમિશનમાં ગોટાળાનો આરોપ

VADODARA : યુનિ. સત્તાધીશોનો વારંવાર અમારા દ્વારા રજુઆતો કરવામાં આવે છે. મેરીટ લિસ્ટમાં માર્ક જાહેર કરવામાં આવે. પરંતુ તેમ કરવામાં નથી આવતું
vadodara   msu ના પ્રતિષ્ઠિત bba કોર્સના એડમિશનમાં ગોટાળાનો આરોપ
Advertisement

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના પ્રતિષ્ઠિત બીબીએ (BBA) કોર્ષમાં એડમિશન મામલે ગોટાળાનો આરોપ લગાડવામાં આવી રહ્યા છે. એનએસયુઆઇ (NSUI) દ્વારા બીબીએ સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી છે. મામલો ઉગ્ર બનતા ઇન્ચાર્જ VC ધનેશ પટેલ દોડી આવ્યા હતા. અને દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડ્યો હતો.

કોઇના પણ માર્કસ જાહેર કરવામાં આવ્યા નથી

સમગ્ર મામલે NSUI અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મહારાજા સયાજીરાવ યુનિ.ની બીબીએ ફેકલ્ટીમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. અહિંયા 2 હજાર વિદ્યાર્થીઓએ એડમિશન માટે એપ્લાય કર્યું હતું. તેમાંથી 600 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. સિલેક્ટ કર્યા બાદ સીટ નંબર જાહેર કરી દીધા. કોઇના પણ માર્કસ જાહેર કરવામાં આવ્યા નથી. યુનિ. સત્તાધીશોનો વારંવાર અમારા દ્વારા રજુઆતો કરવામાં આવે છે. મેરીટ લિસ્ટમાં માર્ક જાહેર કરવામાં આવે. પરંતુ તેમ કરવામાં નથી આવતું. આજે અમે ચલણી નોટો ઉછાળીને અમારો વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ચેડાં બંધ કરો.

Advertisement

એડમિશન મેળવવું મુશ્કેલ હોય છે

બીબીએ ફેકલ્ટીના એસો. ડાયરેક્ટર કે. આર. બડોલાએ મીડિયાને જણાવ્યું કે, તેઓ માર્કસ જાહેર કરવાની માંગ સાથે અમારી સમક્ષ આવ્યા હતા. મેરીટના માર્કસ આપવામાં આવતા નથી. અમે આ અંગે ઓથોરીટી સમક્ષ અગાઉ વાત કરી ચુકી છે. તેઓ જ્યારે અમને આપશે, અમે તેને જાહેર કરી દઇશું. છાત્રના હિતમાં અમને કોઇ વાંધો નથી. અમે તેમનો પ્રશ્ન સાંભળી રહ્યા છે. જ્યારે ઇન્ચાર્જ VC ધનેશ પટેલની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. તેમને પારદર્શીતાના ભાગરૂપે માર્કસ જોઇતા હતા. તે તેમનો મુદ્દો હતો. તે માટે અમે સાંજ સુધીમાં નિર્ણય લઇશું. બીબીએ અમારો ગુજરાત કક્ષાનો શ્રેષ્ઠ કોર્ષ છે. અહિંયા અન્ય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ ભણવા આવે છે. તેમાં એડમિશન મેળવવું મુશ્કેલ હોય છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : રૂપિયાની ઉઘરાણીમાં વેપારીને નિર્વસ્ત્ર કરી લાકડી-પટ્ટાથી માર મરાયો

Tags :
Advertisement

.

×