VADODARA : MSU ના વિવાદીત VC નું રાજીનામું, કાર્યકાળ પુરો ના કરી શક્યા
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (VADODARA - MSU) ના વિવાદીત વીસી વિજયકુમાર શ્રીવાસ્તવે તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ રાજીનામું (MSU VC - VIJAY KUMAR SHRIVASTAV RESIGN) આપી દીધું છે. વીસીની લાયકાત અંગે યુનિ.ના પ્રોફેસર સતીષ પાઠક દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. જેની સુનવણી દરમિયાન રાજીનામાની સ્ફોટક વિગતો સપાટી પર આવવા છે. ફેબ્રુઆરી - 2025 માં વીસી કાર્યકાળ પૂર્ણ થવાનો હતો, પરંતુ તે પહેલા જ રાજીનામું આપી દીધું છે.
તેણે પોતે જ ફ્રોડ કરીને ખોટો બાયોડેટા ઉભો કર્યો
પ્રોફેસર સતીષ પાઠકે મીડિયાને જણાવ્યું કે, સત્યની જીત કોઇ યુગની મહોતાજ નથી. સત્યની જીત સુનિશ્ચિત હોય છે. આ લડતના પ્રારંભે મેં સત્યમેવ જયતેનું ઉચ્ચારણ કર્યું હતું. આજે તે વાતને આપણે સાકાર થતા જોઇ રહ્યા છીએ. આજે આનંદનો દિવસ છે, આજે વિજયકુમાર શ્રીવાસ્તવ નામની પનોતી, કલંક છે, યુનિ.ની સતત છેલ્લા 2 વર્ષ અને 11 મહિનાથી આપણે દુર્દશા થતા જોઇ હતી. આજે હાઇકોર્ટમાં ચુકાદો આવ્યો છે. સત્ય સાથે ન્યાય હંમેશા હોય જ છે. બઢતી પ્રક્રિયા તેઓના કાર્યકાળનો એક ભાગ હતો. પરંતુ તેણે પોતે જ ફ્રોડ કરીને ખોટો બાયોડેટા ઉભો કર્યો હતો. જ્યાં તેઓ કાર્ય જ ન્હતા કરતા ત્યાં તેઓ ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવાનો ઉલ્લેખ હતો. યુનિ.માં જે વિદ્યાર્થીઓ મળે છે, તેણે કલંકિત વીસીથી પ્રેરાવું પડ્યું. મને લાગે છે કે, સરકાર પણ તેનાથી ત્રસ્ત થઇ ગયા હતા. તેણે બધા પર રોફ જમાવતા હતા. તેઓ મનસ્વી રીતે વહીવટ કરતા હતા.
સેલેરી રીકવર થવી જોઇએ
વધુમાં તેમણે જણાવ્યું કે, આજે દેશમાં નકલીઓની ભરમાર છે. તેમાં આ નકલી વીસી, અને નકલી કર્નલ બનવા તલપાપડ થયા હતા. વીસીની લાયકાત નથી, અને કર્નલ કેવી રીતે બની શકે. તે ખિતાબ તેની જોડેથી પરત ખેંચવો જોઇએ. તેણે લીધેલી સેલેરી રીકવર થવી જોઇએ. વિદેશમાં જઇને જે તેણે યુનિ.ના પૈસાનો બગાડ કર્યો તે રીકવર થવા જોઇએ. જે વ્યક્તિ ખોટો જ છે, તેને એક પણ દિવસ કેમ ચલાવવો.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગમાં અનેક આકર્ષણોનો ઉમેરો, છેલ્લી ઘડી સુધી ચાલ્યું કામ