VADODARA : ઉપરાષ્ટ્રપતિનું આગમન રદ્દ, MSU નું કોન્વોકેશન સાદાઇપૂર્વક થશે
VADODARA : દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધન (EX. PM OF INDIA MANMOHAN SINGH PASSED AWAY) બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના સંભવિત કારણોસર દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ (VICE PRESIDENT OF INDIA - JAGDEEP DHANKHAR) વડોદરાની વિશ્વવિખ્યાદ મહારાજા સયાજીરાવ યુનિ.ના પદવીદાન સમારોહમાં હાજરી નહીં આપે. જેથી આખરે 29, ડિસેમ્બરના રોજ યુનિ.ના ચાન્સેલર અને વાઇસ ચાન્સેલરની હાજરીમાં સાદાઇપૂર્વક વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફીકેટ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વાતની પુષ્ટિ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા કરવામાં આવી
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના પદવીદાન સમારોહમાં ચીફ ગેસ્ટના નામને લઇને અંતિમઘડી સુધી અસમંજસ હતું. આખરે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીની દરમિયાનગીરીથી દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિત રહેનાર હોવાની વાત પર મહોર વાગી હતી. દરમિયાન તાજેતરમાં જ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નિધન બાદ 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેની સંભવિત અસરના પગલે ઉપરાષ્ટ્રપતિ વડોદરામાં આયોજિત કાર્યક્રમમાં ભાગ નહીં લે. આ વાતની પુષ્ટિ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી દ્વારા કરવામાં આવી છે.
હાલના વીસી દિપકકુમાર શ્રીવાસ્તવનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે
પરિસ્થિતીઓને ધ્યાને રાખીને યુનિ.ના સત્તાધીશો દ્વારા 29, ડિસે.ના રોજ દિક્ષાંત સમારોહને નિર્ધારિત કરવામાં આવ્યો છે. યુનિ.ના ચાન્સેલર અને વાઇસ ચાન્સેલરની ઉપસ્થિતીમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, યુનિ.ના હાલના વીસી વિજયકુમાર શ્રીવાસ્તવનો કાર્યકાળ પૂર્ણ થવાના આરે છે. ત્યારે તેમણે કાર્યકાળ દરમિયાનના અંતિમ કાર્યક્રમમાં મોટી શખ્સીયત ઉપસ્થિત રહે તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા. જો કે, આખરે પરિસ્થિતીઓને વશ થઇને સાદગીપૂર્ણ રીતે જ દિક્ષાંત સમારોહ પૂર્ણ કરવો પડે તેમ છે.
આ પણ વાંચો -- VADODARA : "નેતાઓએ વોટ માંગવા આવવું નહીં", સૂચિત બ્રિજનો વિરોધ ઉગ્ર બન્યો