VADODARA : MSU ના લાયકાત વગરના પૂર્વ VC ને રવાના કરવા ફાળો ઉઘરાવ્યો
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ના લાયકાત વગરના પૂર્વ વીસી ડો. વિજયકુમાર શ્રીવાસ્તવને રવાના કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ફાળો ઉઘરાવવામાં આવ્યો છે. તેમણે રાજીનામું આપી દીધા બાદ પણ તેઓ સત્તાવાર નિવાસ સ્થાને ચીટકી રહ્યા છે. સુત્રોના જણાવ્યા અનસુાર, હાલ કુક સહિત 6 લોકો તેમની સેવામાં હાજર રહે છે. રાજીનામા બાદ યુનિ. મેનેજમેન્ટ દ્વારા ઘર ખાલી કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જે સમયગાળો પૂર્ણ થયા બાદ પણ તેઓ ઘર છોડવાનું નામ નથી લઇ રહ્યા. બીજી તરફ વિદ્યાર્થીઓ પર છાશવારે આકરી કાર્યવાહી કરવા માટે જાણીતું યુનિ. તંત્ર પૂર્વ વીસી જોડેથી બંગ્લો ખાલી કરાવવામાં નિષ્ફળ રહ્યું હોવાની ચર્ચા જાગી છે. (STUDENTS COLLECT FUNDS TO RETURN INELIGIBLE EX MSU VC TO HOME - VADODARA)
આજદિન સુધી ચીટકી રહ્યા છે
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં લાયતાત વગરના પૂર્વ વીસી ડો. વિજયકુમાર શ્રીવાસ્તવે વર્ષો સુધી પોતાની જોહુકમી ચલાવી હતી. આખરે લાયકાતનો મામલો કોર્ટમાં જતા તેમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું. તે બાદથી આમ તો તેમણે સમયમર્યાદામાં યુનિ.નું સત્તાવાર નિવાસ છોડી દેવું જોઇતું હતું. પણ તેમ ના થયું. તેઓ ત્યાં આજદિન સુધી ચીટકી રહ્યા છે. યુનિ. મેનેજમેન્ટ દ્વારા અલ્ટીમેટમ આપ્યા છતાં તેઓ નિવાસ સ્થાન છોડવા તૈયાર નથી. ત્યારે યુનિ.ના પૂર્વ વીસીને પરત મોકલવા માટે વિદ્યાર્થી સંગઠન દ્વારા અનોખો વિરોધ હાથ ધરવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓ વચ્ચે આક્રોષ વચ્ચે રમુજ ઉભી થઇ છે
વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિ.ની હોસ્ટેલમાં જઇને વિદ્યાર્થીઓ પાસેથી ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે. આ ફાળાનો ઉપયોગ પૂર્વ વીસીને પરત મોકલવા માટેની ટીકીટના નામે ઉઘરાવવામાં આવી રહ્યો છે. અનોખા વિરોધના કારણે વિદ્યાર્થીઓ વચ્ચે આક્રોષ વચ્ચે રમુજ ઉભી થઇ છે. વિદ્યાર્થીઓમાં ચર્ચા તે પણ છે કે, વિદ્યાર્થીઓના હિતમાં સંગઠન વિરોધ કરે ત્યારે તેમને યેનકેન પ્રકારે દબાવી દેવામાં આવતા હતા, પોલીસ કાર્યવાહી સુદ્ધાં કરવામાં આવતી હતી. તે જ તંત્ર હવે લાયકાત વગરના પૂર્વ વીસીનો બંગ્લો ખાલી કરાવવામાં નિષ્ફળ રહ્યું છે.
આ પણ વાંચો --- Botad : ભ્રષ્ટાચાર દેખાય છે તો સંકોચ નહીં પણ એ.સી.બીનો સંપર્ક કરો અને એક જાગૃત નાગરિક બનો