VADODARA : પરીક્ષા ટાણે મસ્જીદના લાઉડ સ્પીકરનો અવાજ ધટાડવા માંગ
VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.ની (MSU - VADODARA) લો ફેકલ્ટી (LAW FACULTY) ના આખરી વર્ષમાં ભણતા વિદ્યાર્થી દ્વારા ફતેગંજ પોલીસ મથક અને શહેર પોલીસ કમિશનરને અરજી આપવામાં આવી છે. હાલ યુનિ.ની લો ફેકલ્ટીમાં એક્ઝામ ચાલી રહી છે. એક્ઝામ સમયે બપોરે મસ્જીદના લાઉડ સ્પીકરમાંથી અવાજ આવતો હોવાના કારણે વિદ્યાર્થીઓને પેપર લખવામાં ખલેલ પડી રહી હોવાનું વિદ્યાર્થીઓ મીડિયાને જણાવ્યું છે. વિદ્યાર્થીએ તેમ પણ કહ્યું કે, સામાન્ય દિવસોમાં પણ લાઉડ સ્પીકરનો અવાજ આવે છે. પરંતુ તેને પરીક્ષાના દિવસોમાં ઓછો કરવામાં આવે તેવી અમારી માંગ છે.
ફતેગંજ પોલીસ મથક અને શહેર પોલીસ કમિશનરને અરજી આપી
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ની લો ફેકલ્ટીના આખરી વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓની હાલ પરીક્ષા ચાલી રહી છે. દરમિયાન બપોરના સમયે મસ્જીદના લાઉડ સ્પીકરમાંથી અવાજ આવતો હોવાથી પરીક્ષાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. જેથી આખરે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિદ્યાર્થીએ ફતેગંજ પોલીસ મથક અને શહેર પોલીસ કમિશનરને અરજી આપી છે. અને પરીક્ષાના સમય સુધી લાઉડ સ્પીકરનો અવાજ ધીમો કરવામાં આવે તેવી માંગ મુકી છે. વિદ્યાર્થીનું કહેવું છે કે, સામાન્ય દિવસોમાં પણ આવી જ પરિસ્થિતી સર્જાય છે. અમારી માંગ માત્ર એક્ઝામના દિવસે અવાજ ઓછો કરવાની છે.
અવાજ ઓછો કરવા અથવા તો તેને બંધ કરવામાં આવે
વિદ્યાર્થી આદિત્ય બરેલીવાલાએ મીડિયાને જણાવ્યું કે, હું લો ફેકલ્ટીના છેલ્લા વર્ષનો વિદ્યાર્થી છું. અમારી 11 : 30 - 2 : 30 સુધી શાંતિપૂર્ણ રીતે એક્ઝામ ચાલે છે. અને એદકમી 1 - 15 કલાકે ફેકલ્ટીના નજીકમાં આવેલી મસ્જીદના લાઉડ સ્પીકર પર જોરથી અવાજ આવે છે. આ અવાજ 20 મિનિટ સુધી આવે છે. તે સમયે 550 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. તે સમયે અમને મુશ્કેલી પડે છે. જેથી અમે ફતેગંજ પોલીસ મથક અને પોલીસ કમિશનરની કચેરીએ અરજી આપી હતી. અમે થોડાક સમય માટે અવાજ ઓછો કરવાની માંગ કરી છે, અથવા તો તેને બંધ કરવામાં આવે. સામાન્ય દિવસોમાં પણ આવી જ પરિસ્થિતી સર્જાય છે. અમારી માંગ માત્ર એક્ઝામના દિવસે અવાજ ઓછો કરવાની છે.
આ પણ વાંચો -- VADODARA : જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર તૈનાતી


