Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU ની દિવાલ લોહીથી ખરડાઇ, અનેક પ્રકારના કુતૂહલ સર્જાયા

VADODARA : કેમ્પસમાં ગલુડીયાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યું થયાનું સામે આવ્યું, સાથે જ ગલુડીયા ફરતા હતા ત્યાંની દિવાલ પર લોહીની છાંટા જોવા મળ્યા
vadodara   msu ની દિવાલ લોહીથી ખરડાઇ  અનેક પ્રકારના કુતૂહલ સર્જાયા
Advertisement

VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજાયા સયાજીરાવ યુનિ. (VADODARA - MSU) ની સાયન્સ ફેકલ્ટીમાં આવેલી દિવાલ લોહીથી ખરડાઇ હોવાની ઘટના સામે આવી છે. ફેકલ્ટીમાં ફરતા ગલુડીયાના મૃતદેહો શંકાસ્પદ હાલતમાં મળી આવતા નાસભાગ મચી જવા પામી હતી. સમગ્ર ઘટના અંગે જાણીતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસીડેન્ટને જાણ કરવામાંં આવતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. અને શાહુડી દ્વારા ગલુંડીયાનો શિકાર કરવામાં આવ્યો હોવાનું સમગ્ર પરિસ્થિતી જાણ્યા બાદ તારણ કાઢ્યું હતું. ઘટનાને પગલે ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ વચ્ચે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.

ઝીણવટભરી માહિતી એકત્ર કરીને તારણ કાઢ્યું

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની દિવાલ લોહીથી ખરડાઇ જવાના કારણે હાલમાં ચર્ચામાં આવી છે. યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી સેન્ટર આવેલું છે. અહિંયા ગલુડીયાનું શંકાસ્પદ હાલતમાં મૃત્યું થયું હોવાનું સામે આવ્યું હતું. સાથે જ ગલુડીયા જ્યાં ફરતા રહેતા હતા ત્યાંની દિવાલ પર લોહીની છાંટા જોવા મળ્યા હતા. ઘટનાને પગલે તાત્કાલિક જીવદયા માટે કામ કરી સંસ્થાના પ્રેસીડેન્ટને જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તુરંત દોડી આવ્યા હતા. અને ઝીણવટભરી માહિતી એકત્ર કરીને તારણ કાઢ્યું હતું.

Advertisement

શાહૂડીના ફૂટપ્રિન્ટ અને તેના પીછા જોવા મળ્યા

રેસ્ક્યૂર હાર્દિક પવારએ મીડિયાને જણાવ્યું કે, વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટનો પ્રેસીડેન્ટ પર યુનિ.માંથી ફોન આવ્યો હતો. ફોન કરનારે જણાવ્યું કે, ત્રણ ગલુડિયાના ગળા પર શંકાસ્પદ ઇજાઓ થઇ હોવાનું જણાવ્યું હતું. ત્યાં જઇને જોતા શાહૂડીના ફૂટપ્રિન્ટ અને તેના પીછા જોવા મળ્યા હતા. તેણે આ શ્વાનને મારી નાંખ્યા છે. તેવું અમને લાગી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ગ્રામ્ય SOG ને પેટ્રોલીંગમાં ગાંજાનો પેડલર હાથ લાગ્યો

Tags :
Advertisement

.

×