Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "ડીન હટાવો, લો ફેકલ્ટી બચાવો", MSU માં ફરી એક વખત પોસ્ટર વોર

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વધુ એક વખત પોસ્ટર વોર (POSTER WAR) શરૂ થયું છે. આ વખતે પોસ્ટર વોરના નિશાના પર લો ફેકલ્ટીના ડીન ડો. અર્ચના ગાડેકર છે. પોસ્ટરમાં લખામાં આવ્યું છે...
vadodara    ડીન હટાવો  લો ફેકલ્ટી બચાવો   msu માં ફરી એક વખત પોસ્ટર વોર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) માં વધુ એક વખત પોસ્ટર વોર (POSTER WAR) શરૂ થયું છે. આ વખતે પોસ્ટર વોરના નિશાના પર લો ફેકલ્ટીના ડીન ડો. અર્ચના ગાડેકર છે. પોસ્ટરમાં લખામાં આવ્યું છે કે, વામપંથી વિચારધારા ધરાવતી ડીન હટાવો, લો ફેકલ્ટી (LAW FACULTY) બચાવો. તહેવાર ટાણે પરીક્ષા તથા અન્ય આયોજનો રાખવાનો ડીન દ્વારા નિર્ણય કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. યુનિ.માં ઠેર ઠેર લો ફેકલ્ટીના ડીન વિરૂદ્ધ પોસ્ટરો હાલ જોવા મળી રહ્યા છે. અગાઉ યુનિ.ના વીસી સામે પોસ્ટર વોર શરુ કરવામાં આવ્યું હતું.

તારીખો પાછળ લઇ જવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજુઆતો કરાઇ હતી

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અનેક કારણોસર અવાર-નવાર ચર્ચામાં આવતી રહે છે. આ વખતે યુનિ.ની લો ફેકલ્ટીના ડીન ડો. અર્ચના ગાડેકર વિરૂદ્ધનું પોસ્ટર વોર ચર્ચામાં આવ્યું છે. લો ફેકલ્ટીના ડીન ડો. અર્ચના ગાડેકર દ્વારા તહેવારો ટાણે મુક કોર્ટ, વાઇવા, ઇન્ટર્નશીપ, ઇન્ટર્નલ પરીક્ષા ના આયોજન કરવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. આ તારીખોને પાછળ લઇ જવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ડીન મેડમને રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ તેઓ ટસનામસ ન થતા આખરે તેમના વિરૂદ્ધ પોસ્ટરવોર શરૂ થયું હોવાની વિગતો સપાટી પર આવવા પામી છે.

Advertisement

અગાઉ યુનિ.ના વીસી સામે પોસ્ટરવોર શરૂ કરવામાં આવ્યું હતું

આ પોસ્ટર કેમ લગાડવામાં આવ્યું છે, તે વાતનો ઉલ્લેખ તેમાં જોવા મળે છે, પરંતુ કોણે લગાડ્યું છે, તે હજીસુધી જાણી શકાયું નથી. પોસ્ટરમાં ડીન મેડમને લેફ્ટીસ્ટ વિચારધારા વાળા અને તેમના દ્વારા દરેક હિન્દુ તહેવારોનું હનન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગાઉ યુનિ.ના વીસી સામે પોસ્ટરવોર શરૂ કરવામાં આવ્યું હતું. તે બાદ હવે લો ફેકલ્ટીના ડીન સામેનું પોસ્ટરવોર સપાટી પર આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ખોટી વાતો ફેલાવતા પતિની ધમકી, કહ્યું "જાનથી મારી નંખાવીશ"

Tags :
Advertisement

.

×