Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : MSU ના બે વિદ્યાર્થી જૂથ વચ્ચે જાહેરમાં મારામારીને પગલે ઉત્તેજના વ્યાપી

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના બે વિદ્યાર્થી જુથ વચ્ચે પંડ્યા બ્રિજ નીચે છુટ્ટા હાથે મારામારી થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થવા પામ્યો છે. જાહેરમાં કરેલી મારામારીને પગલે એક...
vadodara   msu ના બે વિદ્યાર્થી જૂથ વચ્ચે જાહેરમાં મારામારીને પગલે ઉત્તેજના વ્યાપી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU - VADODARA) ના બે વિદ્યાર્થી જુથ વચ્ચે પંડ્યા બ્રિજ નીચે છુટ્ટા હાથે મારામારી થઇ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં ભારે વાયરલ થવા પામ્યો છે. જાહેરમાં કરેલી મારામારીને પગલે એક તબક્કે ટ્રાફીક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જો કે, બાદમાં મામલો વિખેરાઇ ગયો હતો. આ વીડિયો વીવીએસ અને એનએસયુઆઇ વચ્ચેની હાથાપાઇનો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

વિદ્યાર્થી સંગઠનના બે જુથ સામસામે આવી ગયા

વડોદરાની વિશ્વવિખ્યાત યુનિ. મહારાજા સયાજીરાવ યુનિ.માં વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવતા સંગઠનો ક્યારેક સામસામે પણ આવી જાય છે. આ વાત કોઇ નવી નથી. આવા દ્રશ્યો યુનિ. કેમ્પસમાં સર્જાતા રહે છે. પરંતુ આ વખતે યુનિ. કેમ્પસની બહાર બે જુથ સામસામે આવી ગયા હોવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો થકી સામે આવવા પામી છે. ગતરાત્રીએ શહેરના પોલીટેક્નિક કોલેકના કેમ્પસ બહાર, પંડ્યા બ્રિજ નીચે વિદ્યાર્થી સંગઠનના બે જુથ સામસામે આવી ગયા હતા.

Advertisement

તે પહેલા જ બધું વિખેરાઇ ગયું

આ ઘટનાના વાયરલ વીડિયો જોવા મળે છે કે, બંને જુથના વિદ્યાર્થીઓ સામસામે આવ્યા બાદ, બંને વચ્ચે છુટ્ટાહાથે મારમારી થાય છે. જો કે, આ તમાશો જાહેર રોડ પર થતો હોવાથી જાગૃત નાગરિક દ્વારા આ અંગે પોલીસને ફરિયાદ કરવામાં આવે છે. જાણ થતા થોડીક જ ક્ષણોમાં પોલીસ ઘટના સ્થળે આવી જાય છે. તે પહેલા જ બધું વિખેરાઇ ગયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

હળવો ટ્રાફીક જામ પણ સર્જાયો હતો

સુત્રોએ ઉમેર્યું કે, આ તકરારમાં ટેક્નોલોજી ફેકલ્ટીમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓને સામાન્ય ઇજાઓ પણ પહોંચી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. જાહેરમાં મારામારીને પગલે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી, અને હળવો ટ્રાફીક જામ પણ સર્જાયો હતો.

આ પણ વાંચો -- VADODARA : ફાયર વિભાગે પહેલા નોરતે ગરબામાં સલામતી અંગેની નિયમાવલી જાહેર કરી

Tags :
Advertisement

.

×