VADODARA : MSU ની બોય્ઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીએ જીવન ટૂંકાવતા ચકચાર
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં ભણતા અને યુનિ. હોસ્ટેલમાં રહેત વિદ્યાર્થીઓ રહસ્યય સંજોગોમાં જીવન ટૂંકાવી દીધું છે. ઘટનાને પગલે યુનિ. હોસ્ટેલ કેમ્પસમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જીવન ટૂંકાવનાર વિદ્યાર્થી મૂળ જમ્મુ-કાશ્મીરનો હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ તેને જમ્મુ-કાશ્મીર મોકલવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. યુવકે જીવનનું અંતિમ પગલું ભર્યા અંગેના કારણો જાણવાની દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
-વડોદરાની MSયુનિ.માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કરી આત્મહત્યા
-ટેક્નોલોજી ફેકલ્ટીના બીજા વર્ષમાં વિદ્યાર્થી કરતો હતો અભ્યાસ
-જમ્મુ કાશ્મીરથી વિદ્યાર્થી અભ્યાસ કરવા વડોદરા આવ્યો હતો
-હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી જીવ ટુંકાવ્યો
-વિદ્યાર્થીના આત્મહત્યાને લઈને પોલીસે હોસ્ટેલના… pic.twitter.com/Zlg1ukhYlE— Gujarat First (@GujaratFirst) April 13, 2025
બીઇના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં ભણવા માટે દેશભરમાંથી વિદ્યાર્થીઓ આવે છે. અહિંયાનું શિક્ષણ વખણાય છે, અને અહિંયાની ડિગ્રી સરળતાથી નોકરી અપાવે તેવો વિદ્યાર્થીઓનો અનુભવ છે. મૂળ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરનો વિદ્યાર્થી અભિષેક શર્મા યુનિ.ની ટેક્નોલોજી ફેકલ્ટીના બીઇના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. અને યુનિ.ની હોસ્ટેલના એમ વિશ્વેસરાય બિલ્ડીંગમાં રહેતો હતો.
મૃતદેહને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
તેણે ગતરાત બાદ હોસ્ટેલના પંખામાં ચાદર બાંધીને જીવાદોરી ટૂંકાવી લીધી છે. આજે સવારે આ ઘટના અંગે જાણ થતા પોલીસ અને યુનિ. વિજીલન્સ હેડ દોડી આવ્યા હતા. બાદમાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાથે જ પોલીસે વોર્ડનનું નિવેદન લીધું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરા પોલીસ, જમ્મુ અને કાશ્મીરની પોલીસ સાથે જાણકારીની આપ-લે કરી શકે છે
પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, અભિષેક શર્માના મૃતદેહને તેના વતન મોકલવામાં આવનાર છે. જેના અનુસંધાને વડોદરા પોલીસ, જમ્મુ અને કાશ્મીરની પોલીસ સાથે જાણકારીની આપ-લે કરી શકે છે. આ ઘટના પાછળનું કોઇ કારણ હજી સુધી જાણી શકાયું નથી. તે જાણવા માટે પોલીસે વધુ સઘન તપાસ હાથ ધરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : 16 ગામોમાં ગંદા પાણીના ટ્રીટમેન્ટ માટે આધુનિક પ્લાન્ટ નંખાશે