VADODARA : MSU ની ટેક્નોલોજી ફેકલ્ટીમાં 3,700 વિદ્યાર્થીઓ સામે માત્ર 7 પ્રોફેસર
VADODARA : વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ. (VADODARA - MSU) ની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી ફેકલ્ટીની (TECHNOLOGY FACULTY, MSU - VADODARA) અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ ફેકલ્ટીના વિવિધ ડિપાર્ટમેન્ટના 3,700 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર 7 જેટલા જ પ્રોફેસરો છે. જેના કારણે વિદ્યાર્થીઓને આપવામાં આવતા જ્ઞાનની ગુણવત્તા સામે સવાલો ઉઠવા પામ્યા છે. વિદ્યાર્થી અને પ્રોફેસર વચ્ચેના સંખ્યાબળના કારણે તેની કેવી વિપરીત અસર પડતી હશે, તે સમજવું બિલકુલ સહેલું છે.
ફેકલ્ટીમાં પ્રોફેસરોની 42 જગ્યાઓ ભરેલી હોવી જોઇએ
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિ.માં વાઇસ ચાન્સેલર તરીકે પ્રો. વિજય કુમાર શ્રીવાસ્તવે ચાર્જ સંભાળ્યા બાદ અનેક વિવાદો સામે આવ્યા છે. તે પૈકીનો એક વિતેલા ચાર વર્ષથી વધઉ સમયથી પ્રોફેસરોની ખાલી જગ્યાઓ ભરવાનું બંઝ છે. ખાસ કરીને ટેક્નોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસરની સૌથી વધુ જગ્યાઓ ખાલી પડી છે. યુનિ. સુત્રોના જણાવ્યા અનુસાર, ટેક્નોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસરોની 42 જગ્યાઓ ભરેલી હોવી જોઇએ. તેની સામે હકીકતે માત્ર હાલની સ્થિતીમાં સાત જ પ્રોફેસરો રહ્યા છે. તે પૈકી કોમ્ય્યુટર સાયન્સ - 2, સિવિલ એન્જિનીયરીંગ - 2, ફિઝિક્સ - 1, મેથેમેડિક્સ - 1, અને મિકેનિકલ - 1 પ્રોફેસર્સ છે.
તાજેતરમાં એવિએશન એન્જિનીયરીંગનો કોર્ષ શરૂ ની જાહેરાત કરાઇ
આ સ્થિતીમાં વિદ્યાર્થીઓના ભણતરની સાથે યુનિ.ની રેન્કીંગ પર પણ તેની ગંભીર ખરાબ અસરો જોવા મળશે, તેવું સુત્રોનું કહેવું છે. સુત્રોએ વધુમાં જણાવ્યું કે, ફેકલ્ટીમાં અનેક પ્રોફેસરોને સરકાર દ્વારા પે ગ્રેડ આપવામાં આવ્યો છે. પરંતુ યુનિ. સત્તાધીશો દ્વારા તેમને પ્રોફેસરનો હોદ્દો આપવામાં આવ્યો નથી. જેના કારણે પણ આ ઘટ વધી રહી છે. તાજેતરમાં યુનિ.માં એવિએશન એન્જિનીયરીંગનો કોર્ષ શરૂ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પ્રોફેસરોની ભારે ઘટ વચ્ચે આ કોર્ષ કેવી રીતે શરૂ થશે, તેવા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : કમાટીબાગના ઐતિહાસીક બ્રિજ પરથી પસાર થવું સપનું બનશે