Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મ્યુનિ. કમિશનર અધિકારીઓ પર બગડ્યા, બેદરકારી બદલ નોટીસ અપાશે

VADODARA : વડોદરામાં પાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓનું નથી સાંભળતા, આ વાતનું અનેક વખત સામે આવી ચુકી છે.
vadodara   મ્યુનિ  કમિશનર અધિકારીઓ પર બગડ્યા  બેદરકારી બદલ નોટીસ અપાશે
Advertisement

VADODARA : તાજેતરમાં મળેલી પાલિકા (VADODARA - VMC) ની સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સેંકડો સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ ગતરોજ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર (MUNICIPAL COMMISSIONER VADODARA - DILIP RANA) દ્વારા અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં તેમણે અધિકારીઓનો રીતસરનો ઉઘડો લઇ નાંખ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ કેટલાક કામોની ગુણવત્તાની સમીક્ષા ખુદ મ્યુનિસિપલ કમિશનર કરશે, અને જો કોઇ પણ બેદરકારી જણાશે તો અધિકારીને નોટીસ ફટકારશે તેમ જાણવા મળી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની કડકાઇને પગલે અધિકારીઓમાં સોંપો પડી જવા પામ્યો છે.

સભામાં કોર્પોરેટર દ્વારા એકસુરે અધિકારીઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો

વડોદરામાં પાલિકાના અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધીઓનું નથી સાંભળતા, આ વાતનું અનેક વખત સામે આવી ચુકી છે. પરંતુ આ સમસ્યાનો કોઇ પણ કાયમી સ્તરે નિકાલ આવી શક્યો નથી. તેવામાં હવે પાલિકાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી છે, ત્યારે સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે કોર્પોરેટર ઉગ્ર બની રહ્યા છે. તાજેતરમાં મળેલી પાલિકાની સામાન્ય સભામાં કોર્પોરેટર દ્વારા એકસુરે અધિકારીઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ ગતરોજ પાલિકા કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં અધિકારીઓની મહત્વની બેઠક મળી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓનો રીતસરનો ઉઘડો લીધો હતો.

Advertisement

કેટલીક કામગીરીની જાતે સ્થળ તપાસ કરશે

મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેટરો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને લઇને આકરા સવાલો પુછ્યા હતા. જેના જવાબો આપવામાં અધિકારીઓને પરસેવો વળી ગયો હતો. સ્મશાનગૃહ, આંતરિક રસ્તાઓ, ટોયલેટ સહિતના પ્રશ્ને કમિશનરે આકરૂ વલણ અપનાવ્યું હતું. કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ કદી દીધું છે કે, તેઓ કેટલીક કામગીરીની જાતે સ્થળ તપાસ કરશે. અને ત્યાર બાદ જો તેમાં કોઇ પણ પ્રકારની કચાશ જણાઇ આવી તો અધિકારીઓને નોટીસ ફટકારવામાં આવશે. કમિશનરના આકરા તેવર જોતા કોર્પોરેટરોના પ્રશ્નો ગણતરીના સમયમાં ઉકેલાઇ જાય તો નવાઇ નહીં.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : અકસ્માત સર્જનાર કાર ચાલકની નફ્ફટાઇ, કહ્યું, "મરી તો નથી ગયો ને..!"

Tags :
Advertisement

.

×