VADODARA : પહેલા માળેથી કુદ્યા બાદ પણ આરોપીને દબોચી લેવાયો
VADODARA : વડોદરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) દ્વારા જેલમાંથી બહાર નીકળ્યા બાદ આરોપી ફરાર થવાના કિસ્સામાં નજર રાખવામાં આવે છે. તાજેતરમાં ખુનની કોશિશ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો સમીર ઉર્ફે બંટી અશોકભાઇ પંડ્યા (રહે. વિસુધા માર્કેટ, વડોદરા) ને અણદાવાદની જેલમાં કાચા કામના કેદી તરીકે ધકેલવામાં આવ્યો હતો. દરમિયાન ઓક્ટોબર - 2024 ના રોજ તે વચગાળાના જામીન પર છુટ્યો હતો. પરંતુ તેનો સમયગાળો પૂર્ણ થયા બાદ તે પરત ફર્યો ન્હતો.
પગમાં મૂઢ માર વાગતા તે ભાગી શક્તો ન્હતો
જે બાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ટેક્નિકલ અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ કરવામાં આવી હતી. જેમાં આરોપી વડોદરાના રામદેવનગર ખાતે હોવાની બાતમી મળતા તુરંત ટીમ રવાના થઇ હતી. આરોપી ઘરમાં હોવાની ખાતરી કરીને દરોડા પાડવામાં આવ્યા હતા. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જવાનોને જોતા જ આરોપીએ પ્રથમ માળેથી ભુસ્કો માર્યો હતો. તેવામાં તેના પગમાં મૂઢ માર વાગતા તે ભાગી શક્તો ન્હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમો આરોપીને દબોચીને જરૂરી સારવાર કરાવવા અર્થે હોસ્પિટલમાં લઇ ગઇ હતી. ત્યાર બાદ તેને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સુપરત કરવામાં આવ્યો છે. (VADODARA CRIME BRANCH NABBED MURDER ACCUSED MISSING AFTER PAROLE)
30 જેટલા ગુનાઓ નોંધાયા છે
આરોપી સમીર ઉર્ફે બંટી અશોકભાઇ પંડ્યા સામે શહેરના સિટી પોલીસ મથક સહિત જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ખુન, લૂંટની કોશિષ, ખંડણી, રાયોટીંગ, મારામારી, ધમકી, NDPS, હદ પાર વગેરે મળીને 30 જેટલા ગુનાઓ નોંધાયા છે. આરોપીના ગુનાહિત ઇતિહાસને ધ્યાને રાખીને તેને બે વખત પાસા અને એક વખત હદપાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : પૈસાની જરૂરિયાત પુરી કરવા ATM માં ચોરીનો પ્રયાસ