ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના શિક્ષકો સાથે સાંસદનો સંવાદ

VADODARA : શહેર (VADODARA) ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષકો તથા શિક્ષક પરિવારના ઉપક્રમે હરણી વારસિયા રીંગરોડ સ્થિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા ખાતે સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) નો સત્કાર સમારોહ આયોજિત કરવામાં...
07:34 AM Aug 16, 2024 IST | PARTH PANDYA
VADODARA : શહેર (VADODARA) ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષકો તથા શિક્ષક પરિવારના ઉપક્રમે હરણી વારસિયા રીંગરોડ સ્થિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા ખાતે સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) નો સત્કાર સમારોહ આયોજિત કરવામાં...

VADODARA : શહેર (VADODARA) ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષકો તથા શિક્ષક પરિવારના ઉપક્રમે હરણી વારસિયા રીંગરોડ સ્થિત કવિ દુલા કાગ પ્રાથમિક શાળા ખાતે સાંસદ ડો. હેમાંગ જોષી (VADODARA MP DR. HEMANG JOSHI) નો સત્કાર સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. સત્કાર સમારોહ દરમિયાન મોટી સંખ્યામાં વિવિધ શાળાના શિક્ષકો તથા આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

માર્ગદર્શન તેમજ દિશાદર્શન આપવામાં મહત્વનું યોગદાન

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના સાંસદ તરીકે લોકસભાના સંસદ સભ્ય થયા તે પૂર્વે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષી શિક્ષણ સમિતિ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવતા હતા. શિક્ષણ સમિતિ ખાતે ઉપાધ્યક્ષ તરીકેની તેની તેમની કામગીરી ખૂબ જ યશસ્વી અને પરિણામી રહી હતી. શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકો અને આચાર્યોને યથોચિત સમયે યોગ્ય માર્ગદર્શન તેમજ દિશાદર્શન આપવામાં તેમનું મહત્વનું યોગદાન રહેલું હોવાનું શિક્ષકોનું કહેવું હતું. એટલું જ નહીં શિક્ષણ સમિતિ ખાતેની કામગીરીને કારણે તેઓ શિક્ષકોનો વિશ્વાસ સંપાદિત કરવામાં તથા તેમની પ્રશંસા મેળવવામાં સફળ રહ્યા હતા.

નચિંત અને નિર્ભીક રહેવા જણાવી કર્તવ્ય પાલન કરવા શીખ

ઉમળકાભર્યા સરકાર સમારોહના પ્રત્યુતરમાં બોલતા યુવા સાંસદ ડો.હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં શિક્ષકોના શીરે ઘણી જવાબદારી રહેલી છે. શિક્ષકો જ ભારતના ભાવિ સમાન આજના બાળકોનું ઘડતર કરતા હોય છે. શિક્ષકો સમાજ સાથે પણ સીધી રીતે જોડાયેલા હોય છે તેમ જણાવી તેમણે શિક્ષકોને વધુ શિક્ષણ અને સમાજ કેન્દ્રી બનવા અનુરોધ કર્યો હતો. સાંસદે સન્માન બદલ ઉપસ્થિત તમામ શિક્ષકોનો હૃદય પૂર્વકનો આભાર માની ક્યારે પણ કોઈ પણ પ્રકારની મદદ અને માર્ગદર્શન માટે તેઓ પોતાનો સંપર્ક કરી શકે છે તેમ જણાવી શિક્ષકોને પોતાના પ્રશ્નો અને મૂંઝવણો સંદર્ભે નચિંત અને નિર્ભીક રહેવા જણાવી કર્તવ્ય પાલન કરવા શીખ આપી હતી.

આ પણ વાંચો -- Mehsana : કડીમાં CERA SANITARYWARE LTD ની અનોખી પહેલ, 1166 વર્કર્સ અને 636 સ્ટાફ સભ્યોનું કર્યું સન્માન

Tags :
dr. hemangjoshimeetMPnagarprathmiksamitisikshanTeacherVadodara
Next Article