VADODARA : નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું
VADODARA : વડોદરા (VADODARA) માં નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના નંદેસરી પોલીસ મથક (NANDESARI POLICE STATION) માં નોંધાવવા પામી છે. જેને લઇને ખળભળાટ મચી જવા પામ્યો છે. દુષ્કર્મ કેસમાં આરોપી વાઘોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા (BJP MLA DHARMENDRASINH VAGHELA) તથા અન્ય નેતાઓના નિકટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ સામે પણ અગાઉ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ ચુકી છે. ફરિયાદ નોંધાયા બાદ દુષ્કર્મના આરોપીની નેતાઓ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામી છે. જે તેની નેતાઓ સાથેની નિકટતા સમજવા માટે પૂરતી છે.
આ વાતની જાણ કોઇને કરીશ તો જાનથી મારી નાંખીશ
આ મામલે નંદેસરી પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે પરિણીતા તેના ઘરમાં નિંદ્રાધીન હતા. દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) એ પીડિતાના ઘરે આવીને તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. અને બાદમાં ધમકી આપી હતી કે, આ વાતની જાણ કોઇને કરીશ તો જાનથી મારી નાંખીશ. અને ત્યાંથી નાસી છુટ્યો હતો. જતા પહેલા તેણે પીડિતાના ફોનની વોટ્સએપ ચેટ ડિલીટ કરી દીધી હતી. આખરે પીડિતાએ તેની આપવિતી પતિને જણાવી હતી.
એફએસએલ દ્વારા જરૂરી નમુના લેવાની કાર્યવાહી કરાઇ
આખરે મામલે પરિણીતાએ નંદેસરી પોલીસ મથકમાં આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ પીડિતાના મેડિકલ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો આ મામલે એફએસએલ દ્વારા જરૂરી નમુના લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આકાશ ભગવાનભાઇ ગોહિલ, વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા અન્ય નેતાઓ સાથે નિકટતા ધરાવે છે. ખાસ કરીને ચૂંટણી સમયે તે નેતાઓની આસપાસમાં જ રહેતો હોય છે.
ધારાસભ્યના પૂર્વ પીએ સામે પણ નોંધાઇ ચુકી છે દુષ્કર્મની ફરિયાદ
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ સામે મે - 2024 માં પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેમની સાથે નિકટતા ધરાવતા યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો -- Valsad: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર બાઈકર્સના જીવલેણ સ્ટંટ, આયોજક સહિત 9 સામે ગુનો