ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કરજણ ટોલ નાકા પર ટેક્સમાં વધારો લાગુ, જાણો કેટલા ચૂકવવા પડશે

VADODARA : આ ભાવ વધારે એક મહિના પહેલા નક્કી કરી લેવામાં આવ્યો હતો. પરંતુ તેને કોઇ કારણોસર લાગુ કરવામાં આવ્યો ન્હતો.
09:42 AM Nov 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : આ ભાવ વધારે એક મહિના પહેલા નક્કી કરી લેવામાં આવ્યો હતો. પરંતુ તેને કોઇ કારણોસર લાગુ કરવામાં આવ્યો ન્હતો.

VADODARA : વડોદરા (VADODARA) પાસેના નેશનલ હાઇવે 48 (NATIONAL HIGHWAY - 48) પર આવતા કરજણના ભરથાણા ટોલ નાકા (KARJAN BHARTHANA TOLL PLAZA) પરથી વાહન લઇને જવું હવે વધુ મોંઘુ બનશે. એક મહિના પહેલા લેવાયેલા ભાવ વધારાના નિર્ણયની અમલવારી શરૂ કરવામાં આવી છે. જેથી હવે કાર ચાલકોએ એક તરફનો રૂ. 155 નો ટોલટેક્સ ચુકવવો પડશે. આ સાથે અન્ય વાહનો પર પણ ભાવ વધારાનો બોજ પડનાર છે. અમદાવાદથી સુરત તરફ જતા-આવતા રૂટ પર વાહનોની ભારે અવર-જવર રહેતી હોય છે.

કોમર્શિયલ વાહનોના ટોલના ભાવમાં પણ ધરખમ વધારો કરી દેવામાં આવ્યો

25 નવેમ્બર 2024 ના રોજ નેશનલ હાઇવે 48 પર આવતા કરજણના ભરથાણા ટોલ નાકા પર અગાઉ મંજુર કરાયેલો ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે. જેને પગલે હવે અહીંયાથી પસાર થતા તમામ વાહનચાલકોને ખીસ્સા પર તેનો બોજ પડશે. આ ભાવ વધારે એક મહિના પહેલા નક્કી કરી લેવામાં આવ્યો હતો. પરંતુ તેને કોઇ કારણોસર લાગુ કરવામાં આવ્યો ન્હતો. નવા ભાવ વધારા મુજબ પહેલા કારના રૂ. 105 હતા, જે હવે વધીને રૂ. 155 થયા છે. ફાસ્ટ ટેગ વગર કારનો ચાર્જ રૂ. 155 હતો. જે વધારીને રૂ. 310 કરી દેવામાં આવ્યો છે. મીની બસ અને ટેમ્પાનો જુનો ભાવ રૂ. 180 હતો, જે વધારીને 245 કરી દેવામાં આવ્યો છે. બસ અને ટ્રકનો જુનો ભાવ રૂ. 360 હતો, જે વધારીને રૂ. 410 કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે અન્ય કોમર્શિયલ વાહનોના ટોલના ભાવમાં પણ ધરખમ વધારો કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણીને પગલે અમલવારી પાછી ઠેલવામાં આવી

પ્રાથમિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, ભાવ વધારાનો નિર્ણય એક મહિના પહેલા લઇ લેવામાં આવ્યો હતો. પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણી હોવાથી તેની અમલવારી પાછી ઠેલવામાં આવી હોવાનું તે સમયે લોકમુખે ચર્ચાઇ રહ્યું હતું. હવે ચૂંટણીના પરિણામો બાદ આ નિર્ણયને અમલમાં મુકવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : મરચાની ગુણોની આડમાં લવાતો દારૂ ભરેલો ટેમ્પો જપ્ત કરતી ગ્રામ્ય LCB

Tags :
afterhighwayHikeImplementedKarjanMonthNationalonetollVadodara
Next Article