ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : નવલખી કંપાઉન્ડમાં દારૂની મહેફિલ માણતા 11 ને દબોચતી પોલીસ

VADODARA : રેડમાં કેટલાકના હાથમાં બીયરના ટીન તથા અન્યના હાથમાં પ્લાસ્ટીકના ગ્લાસ મળી આવ્યા હતા. તેને સુંઘતા તિવ્ર વાસ આવતી હતી.
07:24 AM Feb 10, 2025 IST | PARTH PANDYA
VADODARA : રેડમાં કેટલાકના હાથમાં બીયરના ટીન તથા અન્યના હાથમાં પ્લાસ્ટીકના ગ્લાસ મળી આવ્યા હતા. તેને સુંઘતા તિવ્ર વાસ આવતી હતી.

VADODARA : વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં ખુલ્લામાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા જ રાવપુરા પોલીસ મથકના સ્ટાફે રેડ કરી હતી. જેમાં 11 નબીરા ઝડપાયા હતા. સામાન્ય રીતે રજાના દિવસોમાં નવલખી કમ્પાઉન્ડમાં ક્રિકેટ તથા અન્ય રમત માટે મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થાય છે. ઉપરોક્ત કાર્યવાહીમાં તમામને ઝડપી પાડીને પ્રોહીબીશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

સાંજે 5 - 15 કલાકે રેડ કરવામાં આવી

રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પોલીસ જવાનને બાતમી મળી કે, નવલખી કમ્પાઉન્ડમાં પીપલેશ્વર મહાદેવના મંદિર સામે ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો ભેગા મળીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. ત્યાર બાદ સ્થળ પર આવેલા કાચા પાકા ઝૂંપડા નજીક પંચોને સાથે રાખીને સાંજે 5 - 15 કલાકે રેડ કરવામાં આવી હતી. રેડમાં કેટલાકના હાથમાં બીયરના ટીન તથા અન્યના હાથમાં પ્લાસ્ટીકના ગ્લાસ મળી આવ્યા હતા. તેને સુંઘતા તેમાંથી તિવ્ર વાસ આવતી હતી.

તેઓ પોતાનું સમતુલન જાળવી શકે તેમ પણ ન્હતા

દરોડા બાદ એક પછી એક શખ્સોની ઓળખ કરવામાં આવતી હતી. તેઓ તમામની આંખો નશાના કારણે લાલ ઘેરાયેલી હતી. અને તેઓ પોતાનું સમતુલન જાળવી શકે તેમ પણ ન્હતા. અને લથડીયા ખાતા હતા. તમામ પાસે દારૂ પીવા તથા તેને રાખવા અંગેની કોઇ પરમિટ મળી આવી ન્હતી. આખરે 11 આરોપીઓને રાવપુરા પોલીસ મથકે લાવીને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરોપીઓના નામ

ઉપરોક્ત કાર્યવાહીમાં સુનિલભાઉસાહેબ પવાર, સંજય શરદ દેવરે, જય સુરેશભાઇ રાણા, રાજેશ તુકારામ ગાયકર, સચિનભાઇ વિજયભાઇ કાલગુડે, જયેશ સુરેશભાઇ રાણા, હિતેષ જયસિંહરાવ ખાનવીલકર, તેજભાન જયકિશન લાખયાની, રાજુ રામચંદ્ર જાદવ, વિક્કી દત્તારામ પવાર અને કમલેશ બાળાસાહેબ લોખંડે (તમામ રહે, વડોદરા) સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો --- Patan : ચાણસ્માના વડાવલી ગામે તળાવમાં ડૂબી જતા 5 ના મોત

Tags :
compoundGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsliquornavlakhiopenpartypoliceRaidVadodara
Next Article