ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara News : ડભોઇમાં ફિઝિયોથેરાપીસ્ટે પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રાધે કોમ્પલેક્ષમાં બાલાજી ફિઝીયોથેરાપીસ્ટ નામનું ક્લિનિક ચલાવતા ડોક્ટરે પરિણીતા સાથે દુષ્ક્રર્મ આચર્યું હોવાની ફરીયાદ પરિણીતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સમગ્ર બનાવવાની વિસ્તૃત વિગત પરણીતાએ ડભોઇ પોલીસ મથકમાં ડોક્ટર શિવાંગ મોદી વિરુદ્ધ ફરિયાદમાં નોંધાવી છે કે,...
08:30 PM Sep 07, 2023 IST | Dhruv Parmar
વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રાધે કોમ્પલેક્ષમાં બાલાજી ફિઝીયોથેરાપીસ્ટ નામનું ક્લિનિક ચલાવતા ડોક્ટરે પરિણીતા સાથે દુષ્ક્રર્મ આચર્યું હોવાની ફરીયાદ પરિણીતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. સમગ્ર બનાવવાની વિસ્તૃત વિગત પરણીતાએ ડભોઇ પોલીસ મથકમાં ડોક્ટર શિવાંગ મોદી વિરુદ્ધ ફરિયાદમાં નોંધાવી છે કે,...

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રાધે કોમ્પલેક્ષમાં બાલાજી ફિઝીયોથેરાપીસ્ટ નામનું ક્લિનિક ચલાવતા ડોક્ટરે પરિણીતા સાથે દુષ્ક્રર્મ આચર્યું હોવાની ફરીયાદ પરિણીતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

સમગ્ર બનાવવાની વિસ્તૃત વિગત

પરણીતાએ ડભોઇ પોલીસ મથકમાં ડોક્ટર શિવાંગ મોદી વિરુદ્ધ ફરિયાદમાં નોંધાવી છે કે, ડભોઇમાં શ્રી બાલાજી ફિઝિયોથેરાપી નામનું ક્લિનિક ચલાવતા ડો. શિવાંગ મધુસુદન મોદી જેઓ ડભોઇમાં અંબિકાનગર સોસાયટીમાં પરિવાર સાથે રહી પોતાનું જીવન ગુજારે છે. આ ડો. શિવાંગ મોદીએ 01-12-2021થી 30-5-023 દરમિયાન ડભોઇમાં રહેતા લકવાગ્રસ્ત દર્દીના ઘરે સારવાર અર્થે ઘરે જતાં હતાં. ત્યારે તેના ભોળપણનો લાભ લઈ તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં વધુંdમાં જણાવ્યું હતું કે, ડો. શિવાંગ મોદીએ આ મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચરતા મહિલા ગર્ભવતી પણ બની ગઇ હતી. મહિલા ગર્ભવતી બન્યા બાદ ડોક્ટરે મહિલાના પેટમાં રહેલા ગર્ભનો નાશ કરવા માટે ગર્ભનિરોધક ગોળીઓ આપી હતી. દરમિયાન ડોક્ટરે મહિલાને આ બાબતની કોઇને જાણ ન કરવા કે પોલીસ ફરિયાદ ન કરવા માટે કહી જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી.

પરણીતાનના ભોળપણનો લાભ

છેલ્લા દોઢ વર્ષથી લકવાગ્રસ્ત દર્દીના ઘરે સારવાર આપવા માટે આ ડોકટર જતાં હતાં. ત્યારે આ ડો. શિવાંગ મોદીની આંખ લકવાગ્રસ્ત દર્દીની યુવાન પરિણીતા સાથે મળી ગઇ હતી. ડોક્ટરે તકનો લાભ ઉઠાવી મહિલાને લગ્ન કરવાની લાલચ આપી, તેમજ લકવાગ્રસ્ત પતિની સારવાર અને બાળકોની દેખભાળ કરવાની પણ લાલચ આપી મહિલાનાં ભોળપણનો લાભ લઈ ગર્ભવતી બનાવી દીધી હોવાની હકીકત પરિણિતાએ પોતાની ફરિયાદમાં લખાવી હતી. ડોક્ટર મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરતો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

ડોક્ટરની અટકાયત

ડભોઇમાં ચકચાર જગાવી મુકનાર આ બનાવમાં ડભોઇ પોલીસે હવસખોર ડો. શિવાંગ મોદીની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. ડોક્ટરની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.આવા હવસખોર ડોક્ટરના કૃત્યથી સમગ્ર ડભોઇ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

IUCAW પી.આઇ. દ્વારા તપાસ

આમ, લગ્નની લાલચ આપીને તેમજ પતિની સારવાર કરવાની સાથે બાળકોની દેખભાળ રાખવાની લાલચ આપીને દોઢ વર્ષના સમયગાળા દરમિયાન અવારનવાર દુષ્કર્મ આચરનાર ડો. શિવાંગ મોદી સામે પિડીત મહિલાએ ડભોઇ પોલીસ મથકમાં નોધાયેલા ફરિયાદના આધારે સ્ત્રી અત્યાચાર વિરોધી કાયદા હેઠળ આઈપીસી કલમ ૩૭૬(૨)n/૩૧૩,૫૦૪ હેઠળ ગુનો દાખલ થતાં પીઆઈ આર.એમ.રાઠવાએ વિસ્તૃત તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની તપાસ કરી રહેલા IUCAW પી.આઇ. આર.એન. રાઠવાએ જણાવ્યું હતું કે, ડભોઇના ફિઝીયોથેરાપીસ્ટ ડો. શિવાંગ મોદી સામે મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે વધુ તપાસ ચાલી રહી છે. હાલ પોલીસે ડભોઈ પોલીસે આરોપી ડોક્ટરની ધરપકડ કરી આગળની કડક કાર્યવાહી હાથ ધરી છે.

અહેવાલ : પીન્ટુ પટેલ, ડભોઇ

આ પણ વાંચો : Ahmedabad : વિશાલા સર્કલ પાસેથી હથિયારો સાથે 6 પકડાયા

Tags :
CrimeCrime NewsDabhoiGujaratVadodara
Next Article