ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : NRI ને ત્યાં મોટા હાથફેરાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે

VADODARA : OCI કાર્ડ ધારકને ત્યાં ચોરી થઇ હતી, જેમાં રૂ. 25 લાખથી વધુ મુદ્દામાલ તેમણે ગુમાવ્યો હતો, જેમાં ઓછી રકમની ફરિયાદ નોંધાઇ હતી.
11:33 AM Feb 14, 2025 IST | PARTH PANDYA
VADODARA : OCI કાર્ડ ધારકને ત્યાં ચોરી થઇ હતી, જેમાં રૂ. 25 લાખથી વધુ મુદ્દામાલ તેમણે ગુમાવ્યો હતો, જેમાં ઓછી રકમની ફરિયાદ નોંધાઇ હતી.

VADODARA: મુળ વડોદરાના અને હાલમાં અમેરિકામાં સ્થાયી થયેલા પરિવારના નિવાસ સ્થાને તસ્કરોએ મોટો હાથફેરો કર્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદમાં ઓછી રકમ દર્શાવતા તેમણએ એમ્બેસીમાં જાણ કરી હતી. જે બાદ જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે. તેમની સાથે ડીસીપી અને એસીપી તથા સ્થાનિક પીઆઇ હાજર રહ્યા હતા. અને આ મામલાની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. (NRI HOUSE BREAK CASE TO INVESTIGATE BY VADODARA CRIME BRANCH)

NRI એ આ અંગે એમ્બેસીમાં રજુઆત કરી હતી

વડોદરાના માણેજામાં રહેતું દિપકભાઇનું એનઆરઆઇ પરિવાર OCI કાર્ડ ધરાવે છે. 6, ફેબ્રુઆરીના રોજ તેમના નિવાસ સ્થાને ચોરી થઇ હતી .જેમાં રૂ. 25 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ તેમણે ગુમાવ્યો હતો. આ અંગે ફરિયાદ કરતા પોલીસે માત્ર રૂ. 1.53 લાખની ચોરી થઇ હોવાની જ ફરિયાદ લીધી હતી. આખરે NRI એ આ અંગે એમ્બેસીમાં રજુઆત કરી હતી. આ મામલો સપાટી પર આવતાની સાથે જ જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને વધુ તપાસ સંદર્ભે જરૂરી દિશા-નિર્દેશો કર્યા હતા. જો કે, NRI નું કહેવું છે કે, સાચી કિંમત એફઆઇઆરમાં ઉમેરવા માટેનું તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે.

તેમની જે કોઇ રજુઆત છે, તેને ધ્યાને રાખી લીધી છે

આ તકે જોઇન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલે મીડિયાને જણાવ્યું કે, મકરપુરામાં એનઆરઆઇ દંપતિના ઘરે ઘરફોડ ચોરી થઇ હતી. તેની ફરિયાદ મળી હતી. તેમને પડતી અગવડને લઇને સિનિયર અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી છે. આ ચોરીને જલ્દીથી પકડવાની દિશામાં કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તેમની જે કોઇ રજુઆત છે, તેને ધ્યાને રાખી લીધી છે. તેનું જલ્દી નિરાકરણ આવશે. આ મામલાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ ત્વરિતતાથી હાથમાં લઇને આરોપીઓ સુધી પહોંચશે. બાકીના મુદ્દાઓનું પણ સમાધાન આવશે. ચોરીના ગુનાઓ ઉકેલવા માટે કોમ્બીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો --- VADODARA : મચ્છીપીઠમાં જુની અદાવતે પાઇપ-બેટ વડે હુમલાથી ઉત્તેજના

Tags :
branchbycasecpCrimegiveGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshouseInvestigatejointNRIthefttoVadodaravisit
Next Article