VADODARA : મોડી રાત્રે જુની બિલ્ડીંગની બાલ્કની ધરાશાયી
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ પર આવેલા જુના બિલ્ડીંગનો બાલ્કની સહિતનો કેટલોક ભાગ અચાનક ધરાશાયી થવાના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. જો કે, આ ઘટનામાં જોઇ જાનહાની નહીં થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ બિલ્ડીંગમાં 28 જેટલા પરિવારો રહેતા હતા. તે પૈકી કેટલાક અન્યત્રે જતા રહ્યા છે. જ્યારે અન્ય પરિવારો આજે પણ અહીંયા આશરો લઇ રહ્યા છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડ દ્વારા બિલ્ડીંગને કોર્ડન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
બાલ્કની તથા અન્ય હિસ્સો એકાએક ધરાશાયી થયો
વડોદરામાં સામાન્ય રીતે ચોમાસાની રુતુમાં જર્જરિત બિલ્ડીંગનો ભાગ પડવાની ઘટનાઓ અત્યાર સુધી સામે આવતી રહી છે. પરંતુ હવે તો શિયાળામાં પણ આવી ઘટનાઓ સામે આવી રહી છે. ગતરાત્રે શહેરના વાઘોડિયા વિસ્તારમાં આવેલી બે દાયકા જુના શિવાંશ ફ્લેટ્સના કેટલાક મકાનની બાલ્કની તથા અન્ય હિસ્સો એકાએક ધરાશાયી થયો હતો. જેને પગલે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.
સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તુરંત દોડી આવ્યું હતું. અને વિસ્તારને કોર્ડન કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિકોનો આરોપ છે કે, બિલ્ડીંગ બની ત્યારથી બિલ્ડરો જોવા આવ્યા નથી. બિલ્ડીંગનો કાટમાળ તુટીને નીચેની દુકાનો પર પડ્યો હતો. આ ઘટનામાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ નથી. બિલ્ડીંગને રીડેવલોપ કરવા માટે પણ જણાવાયું છે. પરંતુ કોઇ તૈયાર નહીં હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આ બિલ્ડીંગમાં એક સમયે 28 પરિવારો વસવાટ કરતા હતા. તે પૈકી કેટલાક અન્યત્રે જતા રહ્યા છે. જ્યારે કેટલાક પરિવાર આજે પણ અહીંયા રહે છે.
આ પણ વાંચો --- VADODARA : નવરચના સ્કુલ બાદ જાણીતી હોટલને બોમ્બ થ્રેટ ઇમેલ મળ્યો