Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રી નદીમાં મગરના વસવાટ વચ્ચે મૃતદેહ મળી આવ્યો

VADODARA : એક તરફના ગાળિયાથી મગરના બચ્ચાને પકડવું મુશ્કેલ જણાતા બીજી બાજુથી રસ્સાનો ગાળિયો નાંખવામાં આવ્યો હતો, અને અંતે સફળતા મળી
vadodara   વિશ્વામિત્રી નદીમાં મગરના વસવાટ વચ્ચે મૃતદેહ મળી આવ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં કિર્તી મંદિર કમ્પાઉન્ડની પાછળ ગાયકવાડી સ્મશાન આવેલું છે. અહિંયા રાજવી પરિવારના સભ્યોને અંતિમ દાહ આપવામાં આવે છે. તેની પાછળ વિશ્વામિત્રી નદીની કોતરો આવેલી છે. આ જગ્યા મગરોનું વસવાટ કહેવાય છે. આજે બપોરના સમયે અહિંયાથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળી આવતા ચકચાર (YOUNG BOY'S BODY RESCUE NEAR CROCODILE HABITAT - VADODARA) મચી જવા પામી છે. ફાયર જવાનોએ મૃતદેહને રેસ્ક્યૂ કરીને વધુ કાર્યવાહી અર્થે મોકલી આપ્યો છે. હાલ તબક્કે મૃતદેહની ઓળખ થઇ શકી નથી.

દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સ્ટાફે મૃતદેહ પોલીસને સોંપ્યો

વડોદરામાં મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું ઘર છે. દુનિયામાં જુજ શહેરમાં માનવ વસવાટ અને મગરો નજીકમાં રહે છે. વડોદરાના કિર્તી મંદિર પાછળ ગાયકવાડી સ્મશાન આવેલું છે. આ જગ્યા પાછળ વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આ જગ્યાએથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તેઓ દોડીને આવ્યા હતા. અને મગરના વસવાટ વચ્ચેથી મૃતદેહને રેસ્ક્યૂ કરીને વધુ કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. ફાયર જવાને જણાવ્યું કે, દાંડિયા બજાર ફાયર સ્ટેશનના સ્ટાફે મૃતદેહ પોલીસને સોંપ્યો છે. આગળની કાર્યવાહી તેઓ કરશે.

Advertisement

Advertisement

ચોમાસામાં અહિંયા પાણી ભરાઇ જવાની ભારે સમસ્યા સર્જાતી હોય છે

તો બીજી તરફ હવે શિયાળામાં પણ મગર દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. જે પહેલા માત્ર ચોમાસામાં જ સામે આવતી હતી. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સિદ્ધાર્થ બંગ્લોઝ આવેલા છે. ચોમાસામાં અહિંયા પાણી ભરાઇ જવાની ભારે સમસ્યા સર્જાતી હોય છે. અને મગર પણ નીકળે છે. અહિંયા આજે બપોરના સમયે ક્લબ હાઉસ પાસે લાકડા કાપવા આવેલી મહિલાઓને મગરની હાજરી ધ્યાને આવી હતી.

બીજી બાજુથી રસ્સાનો ગાળિયો નાંખવામાં આવ્યો

જે બાદ તેમણે સ્થાનિકને આ અંગે જાણ કરી હતી. બાદમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના વોલંટીયર્સને જાણ કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા. અને મગરનું બચ્ચુ રેસ્ક્યૂ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મગરના બચ્ચાએ પોતાની તાકાત લગાડીને બચવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફના ગાળિયાથી મગરના બચ્ચાને પકડવું મુશ્કેલ જણાતા બીજી બાજુથી રસ્સાનો ગાળિયો નાંખવામાં આવ્યો હતો. અને બંને બાજુથી મગરના બચ્ચાને ઘેરીને તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. મગરનું બચ્ચુ પોતે પુરી તાકાતથી બચવાનો પ્રયાસ કરી રહ્યું હતું. પરંતુ આખરે ત્રણ ફૂટના મગરના બચ્ચાને સલામત રીતે રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : 1100 ઘરો ધરાવતી સોસાયટીમાં 300 થી વધુ રખડતા શ્વાનોનો આતંક

Tags :
Advertisement

.

×