VADODARA : વન નેશન વન ઇલેક્શન અને યુસીસીને લઇને લોકજાગૃતિનો અનોખો પ્રયાસ
VADODARA : વડોદરા શહેરના સાંસદ ડો. હેમાંગ જોષી તેમજ અકોટાના ધારાસભ્ય દેસાઈએ વન નેશન વન ઇલેક્શન સંદર્ભે શહેરના જાણીતા ઈન્ફ્લુએન્સર્સના અભિપ્રાય મેળવવા એક વિશેષ વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું. વિશેષ વિચાર ગોષ્ઠીમાં ઉપસ્થિત રહેલા શહેરના ઈન્ફકલુએન્સર્સે ભારતમાં વન નેશન વન ઇલેક્શનની તાતી આવશ્યકતા અંગે પોતાના રચનાત્મક અને તાર્કિક અભિપ્રાયો અને મંતવ્યો સચોટ અને સ્પષ્ટપણે રજૂ કર્યા હતા. (MP-MLA TRIED UNIQUE WAY TO CREATE AWARENESS ABOUT ONE NATION ONE ELECTION AND UCC)
અલગ અલગ રીતે ચૂંટણીનું આયોજન ખર્ચાળ બની રહે
દેશના કોઈને કોઈ રાજ્યમાં સામાન્ય રીતે દર વર્ષે પંચાયતથી માંડીને ધારાસભા તથા સાંસદ સુધીની કોઈને કોઈ ચૂંટણી યોજાતી હોય છે. જેના પગલે મતદારો તથા જાહેર જનતા સહિત તમામ મશીનરીના સમય અને શક્તિનો મોટા પ્રમાણમાં અપવ્યય થતો હોય છે. ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે સરકારી મશીનરીનો પણ ખૂબ મોટો સમય અને શક્તિનો ઉપયોગ થતો હોય છે. સામાન્ય ચૂંટણીઓ અલગ અલગ રીતે આયોજિત કરવાને કારણે અન્ય ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. વળી આર્થિક બાબતે પણ અલગ અલગ રીતે ચૂંટણીનું આયોજન ખર્ચાળ બની રહે છે. ચૂંટણીના આયોજન પાછળ સમય અને શક્તિનો થતો બગાડ અટકાવવા તથા તેનો યથાયોગ્ય ઉપયોગ થઈ શકે તે પ્રકારે ચૂંટણીનું આયોજન કરવા માટે દેશભરમાંથી માંગ ઉઠી હતી. આ માંગને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સમગ્ર દેશમાં એક સાથે તમામ ચૂંટણીઓ યોજાય તે પ્રકારનું આયોજન કરવાની દિશામાં એટલે કે વન નેશન વન ઇલેક્શન અંગે વિચારણા હાથ ધરી છે.
બિલથી કોઈ પક્ષને કોઈ નુકસાન નહીં થાય
આ ઉપરાંત વિચાર ગોષ્ઠી દરમ્યાન વક્ફ બિલ અંગે પણ ઇન્ફ્લુએન્સર્સ સાથે તર્કબઘ્ઘ રીતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ તબક્કે સાંસદ ડો. હેમાંગ જોષીએ વક્ફ બિલ સંદર્ભે પણ ઉપસ્થિત સૌને માહિતગાર કરી આ બિલથી કોઈ પક્ષને કોઈ નુકસાન નહીં થાય, સમગ્ર સમાજનું સર્વાંગી હિત જળવાશે તેવી હૈયાધારણા આપી તે અંગેની ખાતરી ઉચ્ચારી હતી. સાંસદે કેટલાક તત્વો દ્વારા વક્ફ બિલ સંદર્ભે કરવામાં આવતા બદ્પ્રચાર અને મલીન રાજકીય ઈરાદાભર્યા કાવતરા બાબતે પણ સૌને સાવધ કરી, બહુજન હિતાય બહુજન સુખાયના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ઉદ્દેશ્ય બાબતે નિશ્ચિત રહેવા અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો --- VADODARA : બ્રિજનું બિનજરૂરી કાર્પેટીંગ રોકાવી પાલિકાના પૈસા બચાવતા કોર્પોરેટર