Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોડ પર ઝડપનો કહેર વર્તાવતા બાઇકર્સ ઝબ્બે

VADODARA : બાઇકર્સને દબોચીને અકોટા પોલીસ મથકે સોંપવામાં આવ્યા, પોલીસ મથકમાં લાવતા તમામે હાથ જોડી દીધા હતા
vadodara   રોડ પર ઝડપનો કહેર વર્તાવતા બાઇકર્સ ઝબ્બે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં રોડ પર ઝડપનો કહેર વર્તાવીને ઓવર સ્પીડ જતા બાઇકર્સ (OVERSPEED BIKERS ISSUE - VADODARA) દ્વારા અન્યના જીવને જોખમ ઉભુ કરવામાં આવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL - VADODARA) થયા હતા. આ વીડિયોમાં બાઇકર્સ દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરીને તેમને પરેશાન પણ કરતા હતા. આખરે આ મામલો ઉજાગર થતા પોલીસ એક્શનમાં આવી હતી. અને ચાર બાઇકર્સને દબોચી લીધા છે. બાઇક પર સ્ટંટ બાજી કરતા યુવાનોએ પોલીસ મથકમાં હાથ જોડી દીધા હતા. આમ, બાઇકર્સ ગેંગ પર સકંજો કસાતા શહેરવાસીઓને ઝડપખોરોથી રાહત મળી છે.

આ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો

વડોદરાના ફતેગંજ, અકોટા દાંડિયા બજાર બ્રિજ સહિતના રસ્તા પર ધૂમ સ્ટાઇલ બાઇકર્સ ગેંગનો ભારે ત્રાસ હતો. મોટા અવાજે અને પૂર ઝડપમાં ચાલુ રસ્તા પર બાઇક હંકારીને તેઓ અન્યના જીવનો જોખમ ઉભુ કરતા હતા. એટલું જ નહીં આ કૃત્યનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકતા પણ હતા. આ સિલસિલો લાંબા સમયથી ચાલતો હતો. પરંતુ કોઇ કારણોસર પોલીસના ધ્યાને આવી શક્યો ન્હતો.

Advertisement

છવાઇ જવાની ઘેલછા રાખતા યુવાનો માટે આ સબકરૂપ કિસ્સો

આખરે લોકોના જીવનો જોખમ ઉભુ કરનાર બાઇકર્સનો મામલો મીડિયામાં ઉજાગર થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી. અને ચાર બાઇકર્સને પીસીબીની ટીમે દબોચી લીધા હતા. અને તેમને અકોટા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. પોલીસ મથકમાં લાવવામાં આવતા તમામે હાથ જોડી દીધા હતા. સ્ટંટ બાજી કરીને સોશિયલ મીડિયામાં છવાઇ જવાની ઘેલછા રાખતા યુવાનો માટે આ સબકરૂપ કિસ્સો છે. જો શહેરના રસ્તા પર કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધા તો પોલીસ પોતાનું કામ બખુબી કરશે, તેવો સ્પષ્ટ મેસેજ ઝડપખોરો સુધી પહોંચાડવાનો આ પ્રયાસ છે.

Advertisement

ચાર વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

ઉપરોક્ત કાર્યવાહીમાં આફ્તાબા જાવેદ શેખ (રહે. કિશનવાડી, વડોદરા), હર્ષ ભરતરાવ પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર), પ્રેમ અર્જુન પવાર (રહે. બજરંગ નગર, દંતેશ્વર), પ્રીત શૈલેન્દ્ર પરમાર (રહે. ખોડિયાર નગર, વડોદરા) ની ધરપકડ કરવામાં આવી છે. અને તેમના વિરૂદ્ધ વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- Banaskantha: બે યુવકોને આપવામાં આવી તાલિબાની સજા, યુવતીને ભગાડવા આવ્યા હોવાનો આરોપ

Tags :
Advertisement

.

×