Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લગ્નમાં જતા એકલબારા ગામના સરપંચના પત્નીને ડમ્પરે ફંગોળ્યા

VADODARA : અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત મહિલાને 108 માં પ્રથમ પાદરા અને વધુ સારવાર માટે વડોદરા ની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા હતા
vadodara   લગ્નમાં જતા એકલબારા ગામના સરપંચના પત્નીને ડમ્પરે ફંગોળ્યા
Advertisement

VADODARA : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મહુવડ ગામે ક્ષત્રીય સમાજના સમુહ લગ્નમાં એકલબારા ગામના સરપંચ અને તેમના પત્ની ગયા હતા. દરમિયાન મહુવડ ચોકડી પાસે પત્ની રોડ ક્રોસ કરતા હતા તે વખતે ડમ્પર ચાલાકે ટક્કર મારી નીચે ફંગોળી દીધા હતા. અકસ્માતમાં બંને પગ ઉપર ટાયર ફરી વળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તે બાદ ઇજાગ્રસ્તને 108 માં વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડમ્પર મૂકી નાસી ગયેલ ચાલાક સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉક્ત બનાવના પગલે લોકટોળા ભેગા થતા ટ્રાફિક જામ થવા પામ્યો હતો. (EKALBARA VILLAGE SARPANCH WIFE ACCIDENT WITH DUMPER - PADRA, VADODARA)

સરપંચ વરરાજાઓના ઉતારે ગયા હતા

પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા તાલુકાના એકલબારા ગામના સરપંચ ધનજીભાઈ રતનસિંહ પઢીયાર મીઠીપુરા વિસ્તારમાં રહે છે, અને છેલ્લા ઘણા સમયથી સરપંચ તરીકેની સેવા આપી રહ્યા છે. ગતરોજ મહુવડ ચોકડી પાસે આવેલ ક્ષત્રિય સમાજની વાડીમાં ક્ષત્રીય સમાજનો સમુહ લગ્ન યોજાયો હતો. જેથી ધનજીભાઈ પઢીયાર અને પત્ની શાંતાબેન એકલબારા ઘરેથી નીકળી ક્ષત્રીય સમાજના સમુહ લગ્નમાં ગયા હતા. તેવામાં પત્ની શાંતાબેન ને મહુવડ ચોકડી પર ઉતારી ધનજીભાઈ પઢીયાર વરરાજાઓના ઉતારો આપેલા હતો ત્યાં જવા નીકળ્યા હતા.

Advertisement

પગ પર ડમ્પર ફરી વળ્યું

તે બાદ શાંતાબેન રોડ ક્રોસ કરવા જતા ડમ્પર ચાલાકે તેમને અડફેટે લઇ ટક્કર મારતા નીચે પડી ગયા હતા. અને ડમ્પરના વ્હીલ શાંતાબેન ના પગ પર ફરી વળતા ગંભીર જાઓ થવા પામી હતી. બાદમાં 108 માં પ્રથમ પાદરા અને વધુ સારવાર માટે વડોદરા ની ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા હતા. ધનજીભાઈ પઢીયાર એ આપેલી ફરિયાદના આધારે પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી

Advertisement

આ પણ વાંચો --- VADODARA : પાછલા દરવાજેથી સ્ટોરરૂમમાં ઘૂસી રૂ. 32 લાખના કેબલની ચોરી

Tags :
Advertisement

.

×