VADODARA : પરિણીતાએ 7 વર્ષ નાના પ્રેમી જોડે જીવન ટુંકાવ્યું, મોબાઇલ પકડાતા પગલું ભર્યું
VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા પાદરામાં નટુભાઇ ગોહિલ તેમના પરિવાર સાથે રહેતા હતા. તેઓના પત્ની ગીતાબેન નટુભાઇ ગોહિલ (ઉં. 27) હતા. ગીતા બેનને અન્ય યુવક સાથે આડા સંબંધ હતા. અને તેમણે એક સંતાડીને મોબાઇલ ફોન રાખતા હતા. મોબાઇલ પકડાઇ જતા બંને લગ્નેત્તર સંબંધની પોલ ખુલી જવા પામી હતી. આ વાત તેમના મનમાં લાગી આવતા અને બદનામીના ડરે ઝાડ પર સાડીના છેડા બાંધીને ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. આ મામલાની જાણ થતા વડું પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
સીમકાર્ડ પ્રેમી જયેશ પરમારના નામથી ઇશ્યુ કરવામાં આવ્યું હતું
વડોદરા પાસે આવેલા પાદરાના એક ગામે નટુભાઇ ગોહિલ (ઉં. 27) તેમના પત્ની ગીતાબેન નટુભાઇ ગોહિલ (ઉં. 27) સાથે રહેતા હતા. તેમના પત્નીને ફળિયામાં જ રહેતા જયેશ પરમાર (ઉં. 20) વર્ષ સાથે લગ્નેત્તર સંબંધ હતો. બંનેએ એકબીજા સાથે વાત કરવા માટે મોબાઇલ રાખ્યો હતો. જેને ગીતાબેન સંતાડીને રાખતા હતા. અને આ મોબાઇલનું સીમકાર્ડ પ્રેમી જયેશ પરમારના નામથી ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જો કે, તાજેતરમાં આ સંતાડીને રાખવામાં આવેલો મોબાઇલ ગીતા બેનના પતિના ધ્યાને આવ્યું હતું. પતિ તેવું પણ જાણી ગયા હતા કે, મોબાઇલનું સીમકાર્ડ જયેશ પરમારના નામનું છે.
મનમાં કુટુંબ અને ગામમાં બદનામીનો ડર સતાવી રહ્યો હતો
આ ઘટના બાદ ગીતા બેન અને જયેશ પરમાર 18 સપ્ટેમ્બરના રોજ આઠ વાગ્યાના આસરામાં પોતાના ઘરેથી નિકળી ગયા હતા. તેમના મનમાં કુટુંબ અને ગામમાં બદનામીનો ડર સતાવી રહ્યો હતો. અને હવે શું કરીશું તેવો સવાલ તેમના મનમાં ફરી રહ્યો હતો. દરમિયાન તેમણે વિશ્રામપુરા ગામે એક ખેતરમાં આંબાના ઝાડ પર સાડી બાંધીને ફાંસો તૈયાર કર્યો હતો. અને તેના પર લટકીને ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
આ ઘટના અંગે નટુભાઇ ગોહિલને જાણ થતા જ તેમણે તાત્કાલિક વડુ પોલીસ મથકમાં જાણ કરી હતી. અને પોલીસે સમગ્ર મામલે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ મામલાની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશભાઇ કમજીભાઇને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો -- CHHOTA UDEPUR : પૂર્વ સાંસદના ભત્રીજાના હત્યારાઓ લોકોની નજર સામેથી પસાર થયા, જાણો સમગ્ર ઘટનાક્રમ