Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પાદરા-જંબુસર ફોરલેન હાઇ-વેનું કામકાજ અટકાવાયું, તંત્ર સામે રોષ

VADODARA : ગ્રામજનોનો આરોપ છે કે, તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યા વગર જ બાંધકામ શરૂ કરી દીધું છે. જેથી તંત્રની કામગીરી અટકાવી રહ્યા છે
vadodara   પાદરા જંબુસર ફોરલેન હાઇ વેનું કામકાજ અટકાવાયું  તંત્ર સામે રોષ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્ય અંતર્ગત આવતા પાદરાથી જંબુસર સુધી બનતા ફોરલેન હાઇ-વે (PADRA-JAMBUSAR HIGHWAY CONSTRUCTION CONTROVERSY) ના નિર્માણ કાર્યનો ખેડૂતો દ્વારા વિરોધ કરવમાં આવી રહ્યો છે. બે દિવસ અગાઉ પણ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે સમયે પોલીસ દ્વારા દરમિયાનગીરી કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. જો કે, ત્યારથી લઇને આજદિન સુધીમાં સરાકરી અધિકારીઓ સંપાદનના મામલે વિશ્વાસ અપાવે તેવા દસ્તાવેજો રજુ કરવામાં નિષ્ફળ રહેતા આજે વધુ એક વખત સ્થાનિકો દ્વારા મોરચો ખોલવામાં આવ્યો છે.

Advertisement

હાઇ-વે માટેની જમીનના સંપાદનને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા

વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા પાદરાથી જંબુસર સુધીના ફોરલેન હાઇ-વેનું કામકાજ છેલ્લા ત્રણ-ચાર દિવસથી વિવાદમાં આવી રહ્યું છે. ગ્રામજનોનો આરોપ છે કે, તંત્ર દ્વારા જમીન સંપાદન કરવામાં આવ્યા વગર જ બાંધકામ શરૂ કરી દીધું છે. જેને લઇને તેઓ તંત્રની કામગીરી અટકાવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલા પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો. જે બાદ આજે વધુ એક વખત સ્થાનિકો દ્વારા કામગીરી અટકાવવામાં આવી છે. અને હાઇ-વે માટેની જમીનના સંપાદનને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Advertisement

સરકારી કર્મચારીઓ દ્વારા કોઇ પૂરાવા ખેડૂતોને રજુ કર્યા નથી

સ્થાનિકે મીડિયાને જણાવ્યું કે, હાલમાં જે મનસ્વી રીતે કામકાજ કરવામાં આવી રહ્યું હતું. ત્રણ દિવસ પહેલા ખેડૂતો અને સરકારી કર્મચારીઓ વચ્ચે ગુજરાત પોલીસ દ્વારા મધ્યસ્થતા કરવામાં આવી હતી. અને તેમાં ખેડૂતો દ્વારા જરૂરી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ સરકારી કર્મચારીઓ દ્વારા કોઇ પૂરાવા ખેડૂતોને રજુ કર્યા નથી. તેમની પાસે સંપાદનના કોઇ પૂરાવા નથી. સંપાદનના કોઇ પૈસા કોઇ ખેડૂતોને ચુકવ્યા પણ નથી. હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી તરીતે વર્તીને દાદાગીરી કરવામાં આવી રહી છે.

સરકાર અને કોન્ટ્રાક્ટર મળી ગયા હોય તેમ લાગી રહ્યું છે

વધુમાં જણાવ્યું કે, કોન્ટ્રાક્ટરે જેસીબી ચઢાવી દેવાની ધમકી ઉચ્ચારી છે. આ વાતનો ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. કોઇ પણ સંજોગોમાં આ ચલાવી લેવામાં નહીં આવે. આ કોઇના બાપ-દાદાની જમીન છે, સરકાર તેને ખોટી રીતે પચાવી પાડવાની કાર્યવાહી ના કરે. અમે સરકારી અધિકારીઓને સ્પષ્ટતા પૂર્વક કહી રહ્યા છે. સરકાર અને કોન્ટ્રાક્ટર મળી ગયા હોય તેમ લાગી રહ્યું છે. અને કામ થઇ રહ્યું છે. અમે પણ તેમને અટકાવવા માટે કટિબદ્ધ છીએ.

આ પણ વાંચો -- VADODARA : ધારાસભ્યની હઠ સંતોષવા પાલિકા મોટો ખર્ચ કરશે, જાણો સમગ્ર મામલો

Tags :
Advertisement

.

×