VADODARA : પાદરા પાસે માઇનોર કેનાલમાંથી પાણી રોડ પર વહેતા સ્થાનિકો પરેશાન
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા (VADODARA - PADRA) ના શિહોર ગામેથી માઇનોર કેનાલ (NARMADA MINOR CANAL) પસાર થઇ રહી છે. આ કેનાલમાં તાજેતરમાં પાણી છોડવામાં આવતા અવર-જવરના મુખ્યમાર્ગ પર પાણી વહીને આવ્યું છે. કેનાલમાં ગાડબાંનું રીપેરીંગ, કચરાની સફાઇ તથા ઝાડી ઝાંખરાને લઇને અનેક પ્રશ્નો હોવાના કારણે સ્થાનિકો દ્વારા એકત્ર થઇને વિરોધ કરવામાં આવ્યો છે. અને કેનાલને લઇને અગાઉ કરેલી માંગણીઓ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ મુકવામાં આવી છે.
બેદરકારીના લીધે અમે પીડા ભોગવીએ છીએ
જાદવ દિલિપભાઇએ મીડિયાને જણાવ્યું કે, આ વડોદરા ગ્રામ્યના પાદરાનું શિહોર ગામ છે. અમારા ગામમાં દરાપુરાથી વીરપુર જતી એક માઇનોર કેનાલ છે. જે આજે બે-ત્રણ વર્ષથી બીલકુલ સાફ કરવામાં આવી નથી. આવી સ્થિતીમાં તાજેતરમાં અચાનક પાણી છોડવામાં આવ્યું છે. હાલની સ્થિતીએ કેનાલમાં ઘણા ગાબડાં છે. અમે ઘણા વર્ષેથી રજુઆત કરતા આવીએ છીએ,પરંતુ સમસ્યાનું કોઇ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. અમારો જે રસ્તો અહિંયાથી ચાણસદ, ઇટોલા, જુના ગણપતિ મંદિર, શિહોર તરફ જાય છે. તે રસ્તો બ્લોક થઇ ગયો છે. આ અમારો મુખ્ય રસ્તો કહેવાય. નર્મદા કેનાલની બેદરકારીના લીધે અમે આ પીડા ભોગવીએ છીએ. અમે રજુઆત કરીએ છીએ. છતાં અમને સારો એવો રીસ્પોન્સ મળતો નથી. એટલે અમે કંટાળીને છેલ્લે મીડિયા સમક્ષ અમારી વાત રજુ કરવી પડી. આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તેવી અમે તંત્રને જાણ કરીએ છીએ. આ સ્થળની નજીકમાં આવેલા ખેડૂતના ખેતરમાં ત્રણ વર્ષથી કોઇ પાક લઇ શકાય તેમ નથી. ત્યાં પાણી જ આવી જાય છે.
આ વિષય માટે જવાબદાર કોણ
ખેડૂતે મીડિયા સમક્ષ પરિસ્થિતી વર્ણવતા કહ્યું કે, મારી જમીન માઇનોર કેનાલ પાસે આવેલી છે. ચાર વર્ષથી મને ખુબ નુકશાન થાય છે. પાણી ઓવર ફ્લો થઇને મારૂ ખેતર બગાડે છે. આ વિષય માટે જવાબદાર કોણ. કેનલની સફાઇ, પાળી બનાવ્યા પછી પાણી છોડાય તેવી માંગ છે.
અમારી અવર-જવરનો માર્ગ આખોય પાણીથી ભરાઇ ગયો છે
ચૌહાણ શૈલેષભાઇ દિનેશભાઇએ મીડિયાને જણાવ્યું કે, હું નર્મદા કેનાલના અધિકારીને એટલી માંગ કરું છું કે, વીરપુર માઇનર કેનાલનું છેલ્લા 4 વર્ષથી કોઇ રીપેરીંગ કરવામાં આવ્યું નથી. ઝાડી અને કચરો દુર કરવા કોઇ પગલાં લેવાયા નથી. અમારી અવર-જવરનો માર્ગ આખોય પાણીથી ભરાઇ ગયો છે. આ અઠવાડિયામાં શિહોરથી ગણપતિ મંદિર તરફ જવાના રસ્તાનું ઉદ્ધાટન છે. અત્યારે અહિંયા પાણી ભરાઇ ગયું છે, તેનો જવાબદાર કોણ ?
આ પણ વાંચો -- VADODARA : કોર્પોરેટરની રજુઆતનું ત્વરિત પરિણામ, સવારથી જ ટીમો એક્શનમાં


